વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાન સામે લડત આપતા ભારતની બોર્ડર પાર કરી પાકિસ્તાનમાં ઘૂસી ગયા હતા. જેમની યાદમાં વિંગ કમાન્ડર અભિનંદન થીમ લઈને શ્રીજીને અભિનંદનના સ્વરૂપમાં દર્શાવતું ડેકોરેશન કરવામાં આવ્યું છે. વીર જવાન શહીદ થાય ત્યારે દેશ તેમના બલિદાનને યાદ કરે છે. આવા આપણા હીરોના બલિદાનનું મહત્વ સમજાવતા એક ગણેશ પટોડીયા પોળ યુવક મંડળ દ્વારા બનાવાયા છે.
અહીં બાપ્પા બન્યા વિંગ કમાન્ડર અભિનંદન... - વિંગ કમાન્ડર અભિનંદન
વડોદરાઃ વડોદરા શહેરની પટોડીયા પોળ ખાતે પટોડીયા યુવક મંડળ દ્વારા શ્રીજી પંડાલમાં દેશના રીયલ હીરો વિંગ કમાન્ડર અભિનંદન થીમ પર ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

Vadodara
અહીં બાપ્પા બન્યા વિંગ કમાન્ડર અભિનંદન...
વિંગ કમાન્ડો અભિનંદન પાકિસ્તાન સામે લડત આપતા પાકિસ્તાનમાં ઘૂસી ગયા હતા અને પાકિસ્તાન સરકારે તેમને બંદી બનાવ્યા હતા. જે પછી ભારત સરકારના દબાણથી પાકિસ્તાને આપણા હીરો અભિનંદનને ભારત પરત મોકલવાની ફરજ પડી હતી. આ સમગ્ર બાબતોને દર્શાવતું ડેકોરેશન કરી હીરોના બલિદાન મહત્વનું સમજાવાયું છે.