ગુજરાત

gujarat

ETV Bharat / city

મીઠાઈ અને ફરસાણમાં ભેળસેળ કરી તો હવે ખેર નહીં, VMCના આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો

વડોદરામાં આરોગ્ય વિભાગની ટીમે (Vadodara Municipal Corporation) ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ માટે આરોગ્ય વિભાગે (Health Department Vadodara) 4 ઝોનમાં વિવિધ ટીમ પણ બનાવી છે. આ તમામ દુકાનોમાંથી ખાદ્ય પદાર્થોની ચકાસણી (raid on farsan and sweets shop) કર્યા પછી તેના નમૂના લેવામાં આવ્યા હતા.

મીઠાઈ અને ફરસાણમાં ભેળસેળ કરી તો હવે ખેર નહીં, VMCના આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો
મીઠાઈ અને ફરસાણમાં ભેળસેળ કરી તો હવે ખેર નહીં, VMCના આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો

By

Published : Oct 19, 2022, 12:05 PM IST

વડોદરાદિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે કેટલાક વેપારીઓ વધુ લાભ મેળવવા માટે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય છે. ત્યારે વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના (Vadodara Municipal Corporation) આરોગ્ય વિભાગની ટીમે (Health Department Vadodara) ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં (raid on farsan and sweets shop) ચેકિંગ હાથ ધર્યું હતું. અહીં તેમણે ખાદ્ય પદાર્થોની ચકાસણી કરી તેના નમૂના પણ લીધા હતા. એટલે કે હવે અહીં મીઠાઈ અને ફરસાણમાં ભેળસેળ કરી તો હવે ખેર નહીં.

ખાદ્ય પદાર્થના લેવાયા નમૂના

વિવિધ ઝોન વાઇઝ કાર્યવાહીમીઠાઈ અને ફરસાણોની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં કોઈ દુકાનમાં (raid on farsan and sweets shop) બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું વેચાણ થતું હોય તેવા તમામ સ્થળે 365 દિવસ ચેકિંગ કરવાની જવાબદારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની (Health Department Vadodara) છે. જે અંતર્ગત શહેરના ચાર ઝોનમાં અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે કાર્યવાહી દિવાળીના તહેવારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે વડોદરા મહાનગરપાલિકાની (Vadodara Municipal Corporation) ખોરાક શાખાની ટીમો સક્રિય થઈ છે. શહેરમાં મીઠાઈની દુકાનધારકો (raid on farsan and sweets shop) પાસે તમામ મીઠાઈના સેમ્પલ (Health Department Vadodara) લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આજે લેવાયેલ સેમ્પલનો 14 દિવસે રિપોર્ટવડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation) દ્વારા ભૂતકાળમાં પણ આ પ્રકારે નમૂના લેવામાં આવ્યા હતા, પરંતુ જે પ્રકારે સમયસર આ મીઠાઈ ની ગુણવત્તા બાબતે રિપોર્ટ આવવો જોઈએ અને તે મુજબ કાર્યવાહી થવી જોઈએ તે નથી. ખોરાક શાખા દ્વારા લેવામાં આવતા મીઠાઈના સેમ્પલનો ગુણવત્તા બાબતે અંદાજીત 14 દિવસે રિપોર્ટ આવતો હોય છે ત્યારે લોકો તહેવારમાં મીઠાઈ આરોગી ગયા બાદ ગુણવત્તા બાબતે પરિણામ આવે ત્યારે ચોક્કસથી લોકોના આરોગ્ય સામે (Health Department Vadodara) ચેડાં થઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details