દરરોજ સરેરાશ 1300થી વધુ ભારતીયો કેન્સરની ખતરનાક બીમારીથી જીવ ગુમાવે છે. 2020 સુધીમાં ભારતમાં નવા કેન્સર કેસ કે તેની ઘટનાઓ 25 ટકા જેટલી વધવાની આશંકા છે, ત્યારે ગત વર્ષે 'રાત્રી આફ્ટર નવરાત્રી 'કાર્યક્રમમાં લગભગ 7000 લોકોએ ભાગ લઈને અતુલ પુરોહિતના ગરબાના તાલે રમીને કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી. આ વર્ષે લગભગ 10,000થી 15,000 ગરબા પ્રેમીઓ આ કાર્યક્રમમાં ભાગ લે તેવી આશા છે.
વડોદરા ગરબામાં એકઠા થયેલા ભંડોળને કેન્સરગ્રસ્ત લોકો માટે વપરાશે - રાત્રી આફ્ટર નવરાત્રી 'કાર્યક્રમ
વડોદરા: શહેરના ખ્યાતનામ ગરબા ગાયક અતુલ પુરોહિત અને તેમના ગ્રુપ સાથે વડોદરામાં યોજાયેલા એક કાર્યક્રમમાં આર્થિક રીતે જરૂરિયાતમંદ કેન્સરના દર્દીઓ માટે ગરબામાં દાનની મદદથી ભંડોળ ઊભું કરવાની જાહેરાત કરાઈ. આ વર્ષે એચસીજી ફાઉન્ડેશને ભંડોળ ઊભું કરવા માટે ગરબા નાઇટ સિઝન-3 "દશેરા ગરબા 2019"નું આયોજન કર્યું છે. જેથી કેન્સરના દર્દીઓને વડોદરાના એચસીજી કેન્સર સેન્ટરના નિષ્ણાંત ડોકટર્સની દેખરેખ હેઠળ સારવાર મળી શકે.
Vadodara
દેશમાં થતાં મૃત્યુમાં કેન્સર એક મુખ્ય કારણ બની ગયું છે. જોકે એક પોઝીટિવ બાબત એ છે કે, લોકોમાં વધી રહેલી જાગૃતિ અને ટેક્નોલોજીમાં થઈ રહેલા વિકાસને કારણે દર્દીઓનો જીવતા રહેવાનો દર વધી રહ્યો છે. પણ કેન્સરની સારવાર ચાલુ રાખવામાં સારવાર મેળવવી સહેલી બને અને પરવડે તેવી હોય એ બંને બાબતો ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.