ગુજરાત

gujarat

ETV Bharat / city

Harni Road Vadodara Rape Case: સગીરા સાથે બસમાં દુષ્કર્મ, પોલીસે એક સગીર આરોપીને ઝડપ્યો - અન્ય 2 ફરાર

વડાદરામાં હરણી રોડ પાસે ઉભેલી લક્ઝરી બસમાં સગીરાને ખેંચીને લઇ જઈ દુષ્કર્મ (Harni Road Vadodara Rape Case) કરવા મામલે સગીર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સગીર આરોપીને મદદ કરનારા અન્ય 2 આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Harni Road Vadodara Rape Case: સગીરા સાથે બસમાં દુષ્કર્મ, પોલીસે એક સગીર આરોપીને ઝડપ્યો - અન્ય 2 ફરાર
Harni Road Vadodara Rape Case: સગીરા સાથે બસમાં દુષ્કર્મ, પોલીસે એક સગીર આરોપીને ઝડપ્યો - અન્ય 2 ફરાર

By

Published : Jan 13, 2022, 8:27 PM IST

વડોદરા: વડોદરા શહેરના હરણી રોડ પર ભરવાડવાસ પાસે રોડ પર પાર્ક કરેલી લક્ઝરી બસમાં સગીરાને ખેંચી જઇ સગીરે દુષ્કર્મ (Harni Road Vadodara Rape Case) આચર્યું હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી છે. પોલીસે સગીર આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે તેને મદદ કરનારની શોધખોળ ચાલી રહી છે.

સગીર આરોપીને મદદ કરનારની શોધખોળ ચાલી રહી છે.

સગીરા સાથે જાહેર માર્ગ પર લક્ઝરી બસમાં દુષ્કર્મ

વડોદરાના ન્યૂ VIP રોડ (Vadodara New VIP Road) પર રેવડિયા મહાદેવ મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ઝૂંપડા બાંધીને દાહોદ-મધ્યપ્રદેશની બોર્ડર (Dahod-Madhya Pradesh border)ના ગામોના આદિવાસીઓ રહે છે અને છૂટક મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. એક સપ્તાહ પહેલાં આદિવાસી પરિવાર (Tribes In Vadodara)ની સગીરા લોટ લેવા માટે નીકળી હતી. એ સમયે તેની પાછળ તેની બાજુમાં જ રહેતો તેની જ જ્ઞાતિનો સગીર અને તેના 2 ભાઈઓ સગીરાનો પીછો કરતા પાછળ ગયા હતા. આ સગીર યુવકો સગીરાને બસમાં ખેંચી ગયા હતા, જેમાં સગીર આરોપીએ સગીરા પરદુષ્કર્મ (Rape Cases In Vadodara) આચર્યું હતું, જ્યારે તેના 2 ભાઈઓએ વોચ ગોઠવી હતી.

પીડિતાએ પરિવારજોને જણાવી સમગ્ર હકીકત

આ બનાવ અંગે સગીરાએ પરિવારજનોને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ આદિવાસી પરિવાર પીડિતાને લઇ વતન જતો રહ્યો હતા. એ સાથે દુષ્કર્મ આચરનારા સગીર અને તેના 2 ભાઈઓ પણ વતન ચાલ્યા ગયા હતા, જ્યાં પંચમાં કોઇ નીવેડો ન આવતાં પીડિતાના કાકાએ હરણી પોલીસ મથક (Harni Police Station Vadodara)માં સગીર દીકરી પર દુષ્કર્મ આચરનારા સગીર સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. આ બનાવ અંગેની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં પીડિતાના કાકાએ નોંધાવતાં પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી કરી હતી. 3 આરોપી પૈકી મુખ્ય આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો.

આ પણ વાંચો:Western Railway: વડોદરામાં કોરોનાના કેસમાં વધારો થતા રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો

પોલીસની એક ટીમ દાહોદ-મધ્યપ્રદેશની બોર્ડર પર રવાના

આ દરમિયાન પોલીસને આરોપીઓ તેમના વતન ભાગી ગયા હોવાની માહિતી મળતાં એક ટીમ દાહોદ-મધ્યપ્રદેશની બોર્ડર પર રવાના કરવામાં આવી છે. સગીર આરોપીના બંને પરિચિતોની શોધખોળ આદરી છે. જો કે આ આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર છે. સાથે સાથે FSLની ટીમે આ બનાવ અંગેના પુરાવા એકત્ર કર્યાં છે અને આરોપી અને પીડિતાના મેડિકલ ચેકઅપની કાર્યવાહી હાથ ધરી છે. તો જે લકઝરી બસમાં દુષ્કર્મ આચરવાનો બનાવ બન્યો છે એ બસની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:Vadodara Canton Laboratories Blast: કમ્પની પરિસરમાં રહેતી એક મહિલાનું સારવાર દરમિયાન મોત, કુલ 5 લોકોના મોત

ABOUT THE AUTHOR

...view details