વડોદરા: શહેરમાં કોરોનાનો કહેર (Corona In Vadodara) વધી રહ્યો છે, ત્યારે મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને કોરોનાનું ગ્રહણ ન નડે તે પ્રકારની હરણી ભીડભંજન હનુમાનજી મંદિરે (bhid bhanjan hanuman temple vadodara) વ્યવસ્થા કરાઈ છે. હરણી ભીડભંજન હનુમાનજી મંદિરે (Harni Bhidbhanjan Hanumanji) દર શનિવાર અને મંગળવાર તથા તહેવારોના દિવસે હજારો ભક્તો હનુમાનજીના દર્શને આવે છે. ભક્તો દાદાને તેલ ચઢાવી નારિયેળ પણ ધરાવે છે. જો કે કોરોના મહામારીમાં લોકો હનુમાનદાદાને સોશિયલ ડિસ્ટન્સ (Social Distancing At Hanuman Temple Vadodara) રાખી તેલ ચઢાવી શકે તે માટે ઓટોમેટિક સિસ્ટમ ડેવલપ કરાઈ છે, જેમાં ભક્તો બટન દબાવતાં જ હનુમાનદાદાની મૂર્તિ પર તેલ ચઢશે. ભક્તોને મંદિર પરિસરમાં ગાઈડલાઈન (Corona Guidelines Vaodara)નું પાલન અપીલ કરાઇ છે.
ભક્તોને મંદિર પરિસરમાં ગાઈડલાઈનનું પાલન અપીલ કરાઇ છે. હજારોની સંખ્યામાં ભક્તો તેલ ચઢાવે છે
હરણી ભીડભંડનહનુમાન મંદિરમાં કોવિડ મહામારી પહેલા દર શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હતા. પરંતુ કોવિડમાં દર શનિવારે 1 હજારથી વધુ ભક્તો દિવસ દરમિયાન દર્શનાર્થે (Devotees At Bhid Bhanjan Hanuman Temple) આવે છે. દરેક ભક્તો હનુમાનજીને તેલ અવશ્ય ચઢાવે છે. તો ભક્તો જાતે હનુમાનજીને તેલ ચઢાવવાનો આગ્રહ રાખતા હોય છે. જો કે, તમામને ગર્ભગૃહમાં જવાની અનુમતિ શક્ય ન હોઈ ભીડભંજન મંદિરમાં મશીન દ્વારા તેલ ચઢાવવાની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સુવિધા થકી ભક્તો પણ જાતે તેલ ચઢાવ્યાની અનુભૂતિ કરી શકે છે ધન્યતા અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો:No School Building in kanayda : શાળા જ નહીં તો શિક્ષણ શેનું? વાલીઓએ ઓનલાઈન શિક્ષણનો પણ બહિષ્કાર કર્યો
સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે સિસ્ટમ ડેવલપ કરી
હરણી ભીડભંજન હનુમાનજી મંદિરના મહંત હર્ષદગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, દર શનિવાર-મંગળવાર અને તહેવારોના દિવસે હજારો ભક્તો હનુમાનજીના દર્શને આવે છે. ભક્તો દાદાને તેલ ચઢાવી નારિયેળ પણ ધરાવે છે. જો કે કોરોના મહામારીમાં લોકો હનુમાનદાદાને સોશિયલ ડિસ્ટન્સ રાખી તેલ ચઢાવી શકે તે માટે ઓટોમેટિક સિસ્ટમ ડેવલપ કરાઈ છે, જેમાં બટન દબાવતાં જ હનુમાનદાદાની મૂર્તિ પર તેલ ચઢશે. ભક્તોને મંદિર પરિસરમાં ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરાઇ છે.
હનુમાનજીને તેલ ચઢાવતા જ લાઇટ થશે અને મંત્ર પણ વાગશે
હરણી ભીડભંડન હનુમાન મંદિરમાં કોવિડ મહામારી પહેલા દર શનિવારે 8થી 10 હજાર ભક્તો દર્શનાર્થે આવતા હતા, પરંતું કોવિડમાં દર શનિવારે 1 હજારથી વધુ ભક્તો દિવસ દરમિયાન દર્શનાર્થે આવે છે. દરેક ભક્તો હનુમાનજીને તેલ અવશ્ય ચઢાવે છે. હરણી ભીડભંજન હનુમાનજી મંદિરમાં ભક્તો રૂપિયા 5થી રૂપિયા 50 સધીનું તેલ ચઢાવી શકશે. મંદિર પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, ભક્તો મશીન થકી રૂપિયા 5, 10, 20 અને 50નું તેલ ચઢાવી શકશે. મહત્વની વાત એ છે કે, મશીનમાં ભક્તો રૂપિયા 5નું બટન દબાવશે તો ઓમનો મંત્ર બોલાશે અને ભગવાન પર તેલ ચઢશે. આ રીતે રૂપિયા 10નું બટન દબાવતા ઓમ શ્રીનો મંત્ર વાગશે. રૂપિયા 20નું બટન દબાવતા ઓમ શ્રી હનુમંતે નમ: મંત્ર વાગશે અને રૂપિયા 50નું બટન દબાવતા ઓમ શ્રી હનુમંતે નમ: મંત્ર 2 વાર બોલાશે અને તેલ ભગવાન પર ચઢશે.
આ પણ વાંચો:BJP Mashal Rally: વડોદરામાં યોજાઈ ભાજપની મશાલ રેલી, કોરોના ગાઈડલાઈનના વધુ એક વખત ઉડાડ્યા ધજાગરા