ગુજરાત

gujarat

ETV Bharat / city

સોખડા હરિધામના Hariprasad swami અક્ષરધામમાં બીરાજી ગયાં, ભાઇલાલ અમીન હોસ્પિટલમાં હતાં દાખલ - Vadodara

સોખડા હરિધામ સ્વામીનારાયણ સંસ્થાના હરિપ્રસાદ સ્વામીનું ( Hariprasad swami Death ) સોમવારે રાત્રે નિધન થયું છે. આ સમાચાર સાથે તેમના વિશાળ ભક્તવૃંદમાં શોકની લહેર ફરી વળી છે. હરિપ્રસાદ સ્વામી હૃદયરોગથી પીડાતાં હતાં. તેમને વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં ( Bhailal Amin hospital ) દાખલ કરવામાં આવ્યાં હતાં જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધાં હતાં.

સોખડા હરિધામના Hariprasad swami અક્ષરધામમાં બીરાજી ગયાં, ભાઇલાલ અમીન હોસ્પિટલમાં હતાં દાખલ
સોખડા હરિધામના Hariprasad swami અક્ષરધામમાં બીરાજી ગયાં, ભાઇલાલ અમીન હોસ્પિટલમાં હતાં દાખલ

By

Published : Jul 27, 2021, 12:20 PM IST

Updated : Jul 27, 2021, 12:49 PM IST

  • સોખડા હરિધામના હરિપ્રસાદ સ્વામીનું થયું નિધન
  • યોગી ડિવાઇન સોસાયટીના સંસ્થાપક હતાં હરિપ્રસાદ સ્વામી
  • સોમવારે રાત્રે 11 વાગ્યાના અરસામાં હરિપ્રસાદ સ્વામીનું અંતિમયાત્રાએ પ્રયાણ
  • વડોદરા ભાઈલાલ અમીન હોસ્પિટલની બહાર ભક્તોની ભીડ અંતિમ દર્શન માટે ઉમટી પડી

વડોદરાઃ યોગી ડિવાઇન સોસાયટીના સંસ્થાપક અને લાખો યુવાનોના આદર્શ હરિધામ સોખડાના ( Haridham Sokhda ) હરિપ્રસાદ સ્વામીએ ( Hariprasad swami Death ) સોમવારે મોડી રાત્રે જીવનલીલા સંકેલી લીધી હતી. મળતી માહિતી અનુસાર, છેલ્લા ત્રણ-ચાર દિવસથી હરિપ્રસાદ સ્વામીની હ્રદયની બીમારીના કારણે તબિયત નાદુરસ્ત રહેતી હતી. જોકે સોમવારે તેમની તબિયત વધુ નાદુરસ્ત બનતાં વડોદરાની ભાઇલાલ અમીન હોસ્પિટલમાં ( Bhailal Amin hospital ) દાખલ કરાયાં હતાં. હ્રદયની બીમારીથી પીડાતા હરિપ્રસાદ સ્વામીને હોસ્પિટલમાં નિષ્ણાત તબીબો દ્વારા સારવાર આપવામાં આવી રહીં હતી. જોકે મોડી રાત્રે તેમણેે અંતિમ શ્વાસ લેતાં અંતિમ યાત્રાએ પ્રયાણ કર્યું હતું.

સોખડા હરિધામના Hariprasad swami અક્ષરધામમાં બીરાજી ગયાં

31 જૂલાઈ સુધી પાર્થિવ દેહના થશે અંતિમ દર્શન

હરિપ્રસાદ સ્વામીના ( Hariprasad swami Death ) પાર્થિવ દેહને 31 જૂલાઈ સુધી અંતિમ દર્શન માટે હરિધામ સોખડા ખાતે રાખવામાં આવશે. જ્યાં ભક્તો તેમના અંતિમ દર્શન કરી શકશે. જ્યારે 1 ઓગસ્ટના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ હરીધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજી 88 વર્ષની વયે અક્ષર નિવાસી થયા, મુખ્યપ્રધાને શ્રદ્ધાંજલી પાઠવી

આ પણ વાંચોઃ વડોદરામાં શહેર કોંગ્રેસ અને હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંતોએ ભેગાં મળી રસોડું ઉભું કર્યું

Last Updated : Jul 27, 2021, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details