ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા આત્મિયધામ ખાતે હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિકુંભના પૂજનનો કાર્યક્રમ યોજાયો - manjalpur aatmiyadham

આજે 8 ઓગસ્ટના રોજ બ્રહ્મ સ્વરૂપ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિકુંભના પૂજન અને દર્શનનો કાર્યક્રમ વડોદરાના માંજલપુર સ્થિત આત્મિયધામ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાવિકભક્તો સહિત અગ્રણીઓએ હાજરી આપી હતી.

વડોદરા
વડોદરા

By

Published : Aug 8, 2021, 11:02 PM IST

  • વડોદરાના માંજલપુર સ્થિત આત્મિયધામ ખાતે અસ્થિકુંભના દર્શન-પૂજનનો કાર્યક્રમ યોજાયો
  • પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના યુગકાર્યને શબ્દપુષ્પો દ્વારા ભાવાંજલી અર્પણ કરાઈ
  • આત્મિયધામ ખાતે અસ્થિકુંભના દર્શન-પૂજનની સાથેસાથે કૃતજ્ઞભાવ વંદન સમારોહ યોજાયો

વડોદરા: માંજલપુર સ્થિત આત્મિયધામ ખાતે આજે 8 ઓગસ્ટના રોજ અસ્થિકુંભના દર્શન-પૂજનની સાથેસાથે કૃતજ્ઞભાવ વંદન સમારોહ યોજાયો હતો. જેમાં બ્રહ્મસ્વરૂપ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના યુગકાર્યને શબ્દપુષ્પો દ્વારા ભાવાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ ભાવવંદનામાં હરિધામના સંતો ઉપરાંત વિવિધ પરંપરાના સંતો અને અગ્રણીઓ સામેલ થઈને સ્વામીજીના યુગકાર્યની ઝાંખી કરાવી હતી.

હરિપ્રસાદ સ્વામીજીના અસ્તિકુમ્ભના પૂજનનો કાર્યક્રમ

આ પણ વાંચો-બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા આજે અંતિમ સંસ્કાર

અગ્રણીઓને આપી હાજરી

આ પ્રસંગે રાજયકક્ષાના પ્રધાન યોગેશ પટેલ, વડોદરા મહાનગરપાલિકાના મેયર કેયુર રોકડીયા, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details