વડોદરાગુજરાત સરકાર દ્વારા પ્રાયોજીત ટેક્નિકલ સ્પર્ધા હેકાથોન 2022 શહેરના વરણામાં આવેલી KPGU યુનિવર્સિટી (બાબરીયા કોલેજ) ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. હેકાથોન 2022 સ્પર્ધા વિદ્યાર્થીઓને ઇનોવેશન (Hackathon 2022 Competition Innovation Platform) માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ સ્પર્ધામાં રાજ્યની 15થી વધુ યુનિવર્સિટીના 797 વિદ્યાર્થીઓ અને 154 ટીમ, સરકારના 40 જ્યુરી મેમ્બર મળી સોલ્યુશન માટે સતત 36 કલાક વિવિધ ક્ષેત્રની ઇન્ડસ્ટ્રીઝના સ્ટેટમેન્ટ પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે કામ કરી રહ્યા છે.
હેકાથોન વિદ્યાર્થીઓને ઇનોવેશન માટે પીઠબળ પૂરું પાડે છેયુનિવર્સિટીના ડે. ડાયરેક્ટર કોમલ મહેતાએ જણાવ્યું હતું કે, રાજ્યની વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ સાથે 50 જેટલા ગવર્મેન્ટ જ્યુરી મેમ્બરની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ ઇન્ડસ્ટ્રીઝના પ્રોબ્લેમના સોલ્યુશન (Statement Problems of Industries Solutions) માટે સતત 36 કલાક કામ કરી રહ્યા છે. આ સ્પર્ધામાં 15 થી વધુ યુનિવર્સિટીના 797 વિદ્યાર્થીઓ 154 ટીમ સાથે આ સોલ્યુશન માટે કામ કરવામાં આવી રહ્યું છે. તે ખુબજ સારી બાબત છે. સોફ્ટવેર, હાર્ડવેર, નર્સિંગ, સિવિલ, ફાર્મસી, આયુર્વેદા, મેનેજમેન્ટ જેવી ઇન્ડસ્ટ્રીઝ પ્રોબ્લેમોના સોલ્યુશન માટે આ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું છે.