ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા વ્રજધામ સંકુલમાં ઉજવાઈ ગુરુ પૂર્ણિમા - Vadodara

વડોદરા માંજલપુર સ્થિત વ્રજધામ મંદિર સંકુલ ખાતે ગુરુપર્વની ઉજવણી સંપન્ન થઇ હતી. ગુરુ પૂર્ણિમા(Guru Purnima)ની ઉજવણી પ્રસંગે VYO શિક્ષણધામના બાળકોએ યુવા વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમાર મહોદયનું શ્રધ્ધા પૂર્વક પૂજન કર્યું હતું.

વડોદરા વ્રજધામ સંકુલમાં ઉજવાઈ ગુરુ પૂર્ણિમા
વડોદરા વ્રજધામ સંકુલમાં ઉજવાઈ ગુરુ પૂર્ણિમા

By

Published : Jul 24, 2021, 4:20 PM IST

  • વડોદરા માંજલપુર સ્થિત વ્રજધામ મંદિર સંકુલ ખાતે ગુરુપર્વની ઉજવણી સંપન્ન થઇ
  • ગુરુપૂર્ણિમાની ઉજવણી પ્રસંગે વિવાયઓ શિક્ષણધામના બાળકોએ યુવા વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમાર જી મહોદાયનું શ્રધ્ધા પૂર્વક પૂજન કર્યું
  • પૂ. વ્રજરાજકુમારજી દ્વારા 75 ભાવિકજનોને બ્રહ્મસબંધ દીક્ષા પ્રદાન કરવામાં આવી હતી

વડોદરા: માંજલપુર સ્થિત વ્રજધામ મંદિર સંકુલ ખાતે ગુરુપર્વની ઉજવણી સંપન્ન થઇ હતી. ગુરુ પૂર્ણિમા(Guru Purnima)ની ઉજવણી પ્રસંગે VYO શિક્ષણધામના બાળકોએ યુવા વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમાર મહોદયનું શ્રધ્ધા પૂર્વક પૂજન કર્યું હતું. ઉપરાંત પૂ. વ્રજરાજકુમાર દ્વારા 75 ભાવિકજનોને બ્રહ્મસંબંધ દીક્ષા પ્રદાન કરવામાં આવી હતી.

વડોદરા વ્રજધામ સંકુલમાં ઉજવાઈ ગુરુ પૂર્ણિમા

આ પણ વાંચો- એક અનોખી આરાધના : ગુરૂગ્રંથ સાહેબજીને સોનાની શાહીથી લખી રહ્યા છે મનકીરત સિંહ

ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે ગુરુ પૂજન કરવામાં આવ્યું

વડોદરા માંજલપુર સ્થિત વ્રજધામ સંકુલ ખાતે વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા(Guru Purnima)ની ઉજવણી સંપન્ન થઈ હતી. VYO દ્વારા બાળકોને ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ આપવા સાથે બાળકોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુરુ પૂર્ણિમા(Guru Purnima)ના પર્વ નિમિત્તે ગુરુ પૂજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- આજે ગુરુ પૂર્ણિમા : 'કૃષ્ણ વંદે જગતગુરુમ'

બાળકોને ગુરુશિષ્ય પરંપરાનું મહત્વ સમજાવ્યું

ગુરુ પ્રત્યેનો ભક્તિ ભાવ પ્રદર્શિત કરાયો હતો. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહારાજ દ્વારા પ્રસંગોચિત્ત ઉદબોધન કરીને બાળકોને ગુરુશિષ્ય પરંપરાનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ પૂ. વ્રજરાજકુમાર દ્વારા 75 ભાવિકજનોને બ્રહ્મસંબંધ દીક્ષા આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details