ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujpedicon 2021 award To SSG Vadodara : સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગને મળ્યો શ્રેષ્ઠ બાળ ચિકિત્સા વિભાગનો એવોર્ડ - વડોદરા સયાજી હોસ્પિટલ

વડોદરાની સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ (Vadodara Syaji Hospital) અને બરોડા મેડિકલ કોલેજના બાળ સારવાર વિભાગે સિદ્ધિ મેળવી છે. ગુજપેડીકોન 21માં (Gujpedicon 21) રાજ્યની સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજીસના વિભાગમાં શ્રેષ્ઠ બાળ ચિકિત્સા વિભાગનો એવોર્ડ (Gujpedicon 21 award To SSG Vadodara) મળ્યો છે.

Gujpedicon 2021 award To SSG Vadodara : સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગને મળ્યો શ્રેષ્ઠ બાળ ચિકિત્સા વિભાગનો એવોર્ડ
Gujpedicon 2021 award To SSG Vadodara : સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગને મળ્યો શ્રેષ્ઠ બાળ ચિકિત્સા વિભાગનો એવોર્ડ

By

Published : Dec 20, 2021, 5:25 PM IST

વડોદરાઃ હાલમાં સુરત ખાતે બાળ રોગ ચિકિત્સકોની રાજ્ય સંસ્થા એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ આયોજિત બાળ રોગ ચિકિત્સકોની રાજ્ય પરિષદ ગુજપેડીકોન 2021 (Gujpedicon 2021) ચાલી રહી છે. ગઈકાલે આ પરિષદમાં સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ સંલગ્ન બાળ ચિકિત્સા વિભાગને રાજ્યની સરકારી બાળ ચિકિત્સા સંસ્થાઓમાં શ્રેષ્ઠ વિભાગનો એવોર્ડ આપવામાં (Gujpedicon 21 award To SSG Vadodara) આવ્યો હતો. જેનો સ્વીકાર Vadodara Syaji Hospital બાળ રોગ વિભાગના વડા અને પ્રાધ્યાપક ડો.શીલા ઐયર અને ટીમે કર્યો હતો.

આ પણ વાંચોઃ Vadodara Health Department Preparation: ઓમિક્રોનને ધ્યાનમાં રાખી બાળ રોગ વિભાગમાં સ્પેશિયલ વોર્ડ શરૂ

કોરોના દરમિયાન બાળકો માટે રાખ્યું ખાસ ધ્યાન

બાળ રોગ વિભાગના વડા (Vadodara Syaji Hospital) અને પ્રાધ્યાપક ડો. શીલા ઐયરે જણાવ્યું કે કોરોનાની લહેરો દરમિયાન અમે સયાજી હોસ્પિટલમાં સંભવિત બાળ રોગીઓને સલામત સારવાર આપવાનો (Gujpedicon 21 award To SSG Vadodara) પ્રબંધ કર્યો હતો. હાલમાં ઓમિક્રોનના જોખમને અનુલક્ષીને જરૂરી અલાયદી વ્યવસ્થા કરી છે. તો ઓપીડીનો દરરોજ 80 થી 100 બાળ દર્દીઓને લાભ મળે છે તેવી જાણકારી આપતાં તેમણે વધુમાં જણાવ્યું કે વિભાગમાં દરરોજ બાળ રસીકરણ અને પોષણ પરામર્શની સેવા આપવામાં આવે છે. નવજાત શિશુ સારસંભાળના ભાગરૂપે સોમવારે બપોરે 5 વર્ષથી ઓછી ઉંમરના શિશુઓ માટે વેલ બેબી ક્લિનિક તેમજ વિવિધ પ્રકારના બાળ રોગો માટે એપીલેપસી ક્લિનિક,નેફ્રોલોજી ક્લિનિક,અસ્થમા ક્લિનિક, એડોલ્સેન્ટ ફ્રેન્ડલી ક્લિનિક ચલાવવામાં આવે છે.

સયાજી હોસ્પિટલમાં સંભવિત બાળ રોગીઓને સલામત સારવાર આપવાનો પ્રયાસ રંગ લાવ્યો

આ પણ વાંચોઃ વડોદરામાં SSG હોસ્પિટલના પ્રસૂતિ ગૃહમાં દંપતીનો હોબાળો, બાળકનો જન્મ થયાનું કહી બાળકી સોંપતા દંપતીનો વિરોધ

હિમોડાયાલિસિસની સુવિધા ધરાવતો એકમાત્ર વિભાગ

બાળ ચિકિત્સા વિભાગના પી.આઇ.સી.યુ.માં હિમોડાયાલિસિસની સુવિધા (Hhemodialysis Facility in vadodara) હોય તેવો રાજ્યની સરકારી હોસ્પિટલોમાં આ એકમાત્ર વિભાગ છે. જ્યારે અહીંના એન.આઇ.સી.યુ.ને સ્ટેટ સેન્ટર ઓફ એકસેલન્સનો દરજ્જો મળ્યો છે. આ વિભાગની શ્રેષ્ઠ સારવારને અનુલક્ષીને પ્રતિષ્ઠિત નિગમિત એકમો સાધન સુવિધાની જરૂરિયાતો સંતોષવા આગળ આવી છે. તેના ભાગરૂપે ક્રોમ્પટન દ્વારા તાજેતરમાં રૂ.1 કરોડની કિંમતના અને ઈંડોથર્મ દ્વારા રૂ.12 લાખની કિંમતના અદ્યતન તબીબી ઉપકરણો સી.એસ.આર.હેઠળ આપવામાં આવ્યા છે. જ્યારે ધારાસભ્યના અનુદાનમાંથી રૂ.10 લાખના સાધનો મળ્યાં છે જેના પગલે સારવારની અસરકારકતા વધશે.

ABOUT THE AUTHOR

...view details