ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતી સાહિત્ય ફોરમ : ટેકનોલોજીને સહારે માતૃભાષા માટે ઝઝૂમવાનો પ્રયાસ - ગુજરાતી સાહિત્યકારો

વૈશ્વિક ભાષા અંગ્રેજીના આક્રમણ સામે ગુજરાતી ભાષા (Gujarati language ) લગભગ ઝઝૂમી રહી છે. નવી પેઢી અંગ્રેજી શિક્ષણ સાથે ઉછરી છે જેના માટે માતૃભાષા ગુજરાતી ભાંગીતૂટી બોલે તો પણ ગૌરવ માનવામાં આવે છે. આ સ્થિતિમાં ગુજરાતીઓને ગુજરાતી સાથે જોડી રાખવા માટે વડોદરાના નિવૃત્ત શિક્ષિકા કોકિલાબહેન ચોકસીનો (Teacher Kokilabahen Choksi) ગુજરાતી સાહિત્ય ફોરમ થકીનો (Gujarati Sahitya Forum ) ઉદ્યમ જાણવા જેવો છે.

ગુજરાતી સાહિત્ય ફોરમ : ટેકનોલોજીને સહારે માતૃભાષા માટે ઝઝૂમવાનો પ્રયાસ
ગુજરાતી સાહિત્ય ફોરમ : ટેકનોલોજીને સહારે માતૃભાષા માટે ઝઝૂમવાનો પ્રયાસ

By

Published : Jul 20, 2022, 3:03 PM IST

વડોદરા: 'અંગ્રેજીનાં વધતા પ્રભાવ વચ્ચે આપણે આપણી માતૃભાષા ભૂલવી ન જોઈએ' આ શબ્દો છે વડોદરાના 87 વર્ષીય કોકિલાબહેન ચોકસીના (Teacher Kokilabahen Choksi) કે જેઓએ લગ્ન બાદ શિક્ષણ લીધું અને શિક્ષક તરીકે કાર્યરત રહ્યાં. નિવૃતિકાળમાં પણ ગુજરાતી ભાષા (Gujarati language )પ્રત્યેનો લગાવ અને અંગ્રેજીના વર્ચસ્વ સામે ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટે પ્રયત્નશીલ છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતી સાહિત્ય ફોરમની (Gujarati Sahitya Forum )રચના કરી અને ગુજરાતી ભાષાનો ભારત સહિત વિદેશમાં પણ પ્રચાર અને પ્રસાર થાય તે માટે અનેકવિધ રીતે ઉંમરના બાધ વગર કામ કરી રહ્યા છે. હાલમાં 1700થી વધુ દેશવિદેશના સભ્યો સાથે ઝૂમ ઓનલાઈનના માધ્યમથી વર્ચુઅલ વાર્તાલાપ (Virtual conversation through Zoom Online )કરવામાં આવે છે. હાલ સુધીમાં 110 એપિસોડ થઈ ચૂક્યા છે. સાથે સિનિયર સીટિઝન એસોસિએશનમાં (Senior Citizens Association )112 સભ્યો સાથે જોડાયા છે જેઓ વિવિધ પ્રવૃત્તિ દ્વારા નિવૃત્ત જીવન જીવી રહ્યાં છે.

ગુજરાતી ભાષાને પ્રેમ કરતી વ્યક્તિઓ સાથે મળીને કામ કરે એ માટે " ગુજરાતી સાહિત્ય ફોરમ "

સોશિયલ મીડિયા દ્વારા કામગીરી - તેમણે આજના વર્તમાન યુગની જરૂરિયાત એવા સોશિયલ મીડિયાને અપનાવી પોતાની યુ ટ્યુબ ચેનલ (YouTube channel) શરૂ કરી છે. જે ફેસબૂક ઇન્સ્ટાગ્રામ સહિતના મીડિયામાં ગુજરાતી ભાષામાં (Gujarati language )કાર્યક્રમો આપી રહ્યા છે. બે વર્ષ પહેલા તેમણે પોતાની યુ ટ્યુબ ચેનલ શરૂ કરી હતી. જેમાં દર સપ્તાહે એક કલાક માટે હાલમાં 1700 થી વધુ લોકો જોડાઈને ભાષાના સંવર્ધન માટે પ્રયત્નશીલ છે.

હાલ સુધીમાં 110 એપિસોડ થઈ ચૂક્યા છે

ગુજરાતી સાહિત્ય ફોરમની રચના- ગુજરાતી આજના સમયમાં આપણી માતૃભાષા ગુજરાતીના પ્રચાર પ્રસાર માટે દિલથી કામ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. મોટાભાગના પરિવાર પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં માને છે અને જે સમયોચિત પણ છે. ખરેખર જોવા જઈએ તો જો પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવામાં આવે તો બાળકનો સર્વાંગી વિકાસ ઝડપી થાય છે અને તે અન્ય ભાષા પણ ઝડપથી આત્મસાત કરી શકે છે. ગુજરાતી ભાષા માટે કંઈક નવું અને નક્કર કરવાનો વિચાર તેમના પુત્ર કૌશલ ચોક્સીને આવ્યો હતો. ગુજરાતી ભાષાનો (Gujarati language )પ્રચાર પ્રસાર થાય, માતૃભાષાનું સંવર્ધન થાય અને એનું ગૌરવ જળવાય તે માટે ગુજરાતી ભાષાને પ્રેમ કરતી વ્યક્તિઓ સાથે મળીને કામ કરે એ માટે " ગુજરાતી સાહિત્ય ફોરમ " ની સ્થાપના કરવામાં આવી.

આ પણ વાંચોઃ ગેમ્સ નહિ પણ જામનગરની 4 વર્ષની હીર છે સંસ્કૃત શ્લોકની દીવાની, કેવી રીતે આપી શકાય આવું ઘડતર

સમાજના નામાંકિત ભાષા તજજ્ઞ જોડાયા-ગુજરાતી ભાષાના આ અભિયાનમાં ભારતનાં જુદાં જુદાં શહેરોમાંથી તેમજ અમેરિકા, કેનેડા, યુરોપ અને ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાના મળીને 55 પ્રતિનિધિઓ આ ફોરમ માટે કાર્યરત છે. "ગુજરાતી સાહિત્ય ફોરમ" 1700થી વધુ સભ્યોનો વિશાળ પરિવાર ધરાવે છે. ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પર અત્યાર સુધી સમાજના નામાંકિત ગુજરાતી સાહિત્યકારો- ભાષા તજજ્ઞ સાથે વિવિધ ક્ષેત્રનાં લોકપ્રિય લોકો આવીને એમનું જ્ઞાન પીરસી ગયાં છે. જેઓમાં શરીફા વીજળીવાળા, પ્રવીણ દરજી, ભાગ્યેશ ઝા, વિનોદ ગણાત્રા, ઉત્કર્ષ મઝુમદાર, ગૌરાંગ જાની, હર્ષદ શાહ, હર્ષદ ત્રિવેદી, ડૉ.સિતાંશુ યશશ્ચંદ્ર, વિહંગ મેહતા,અભિષેક શાહ, રાહુલ બોલે, વિનીત કનોજીયા,જવાહર બક્ષી,સેજલ શાહ,ડૉ મહેન્દ્રસિંહ પરમાર,મિત્તલ પટેલ,ચિરંતના ભટ્ટ, યઝદી કરંજિયા,ઋષિ દલાલ,વર્ષા અડાલજા,ગીતા માણેક,પ્રીતિ જરીવાલા,કૃષ્ણકાંત ઉનડકટ,રવીન્દ્ર પારેખ,પદ્મભૂષણ લોર્ડ ભીખુ પારેખ (Gujarati writers ) સહિતના નામાંકિત લોકો હાલમાં જોડાયા છે.

આ પણ વાંચોઃ મુશ્કેલીઓથી પલાયન થવું એ સમસ્યાનું સમાધાન નથી: પદ્મશ્રી ચંદ્રકાન્ત મહેતા

ગુજરાતી ફિલ્મ ક્ષેત્રના કલાકારો જોડાયા-ગુજરાતી સાહિત્ય ફોરમના આ ગુજરાતી સાહિત્યના મહાયજ્ઞમાં આપ સૌ જોડાવ એવી તેમણે વિનંતી કરી છે. આપણે સૌ સાથે મળીને આપણી માતૃભાષા ગુજરાતી (Gujarati language ) માટે દિલથી કામ કરીશું તેવું કોકિલાબહેન ચોક્સી કહી રહ્યા છે. સાથે ગુજરાતી સાહિત્ય ફોરમમાં ગુજરાતી ફિલ્મ ક્ષેત્રના કલાકારો પણ જોડાયા છે. જેમાં રેવા ફિલ્મ, ચલચિત્ર હેલારો, શરદ પટેલ વિકીડાનો વરઘોડાની ટીમ પણ ગુજરાતી સાહિત્ય ફોરમના પ્રસાર પ્રચાર માટે જોડાઈ ગયા છે. તો યુવા વર્ગ પણ આપણી માતૃભાષા પ્રત્યે જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.

હાલમાં 1700થી વધુ દેશવિદેશના સભ્યો સાથે ઝૂમ ઓનલાઈનના માધ્યમથી વર્ચુઅલ વાર્તાલાપ

ગુજરાતીમાં કાર્ટૂન શ્રેણીનો વિચાર- બાળકો કાર્ટૂન શ્રેણીઓનો ખૂબ ચાવથી નિહાળતાં હોય છે. ત્યારે તેમની ભાષા અંગ્રેજી જ રહેતી હોય છે. જો એવી કાર્ટૂન સીરિઝો ગુજરાતી ભાષામાં જ બનાવાય તો બાળકો જરુર જૂએ અને એ રીતે ગુજરાતી શીખે તેવો એક વિચાર પણ કોકિલાબહેને રજૂ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details