વડોદરા: વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022) આગામી વર્ષે યોજાવાની છે, ત્યારે કોંગ્રેસના માળખામાં ફેરફારના એંધાણ વર્તાઇ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી (in charge of gujarat congress) ડો. રઘુ શર્મા, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી (all india congress committee secretary) વિશ્વરંજન મોહંતી, નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભાના કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા પ્રથમ વખત વડોદરા આવ્યા છે. વડોદરા સહિત મધ્ય ગુજરાતના 8 જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક (gujarat congress meeting in vadodara) યોજીને ચર્ચા વિચારણા કરવામાં આવશે.
8 જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક
કોંગ્રેસની બેઠકમાં વડોદરા શહેર, વડોદરા જિલ્લો, ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો, મહીસાગર જિલ્લો, છોટાઉદેપુર ,પંચમહાલ - દાહોદ જિલ્લો મળી 8 જિલ્લાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કોંગ્રેસમોવડી મંડળના નેતાઓએ બેઠક યોજી હતી.
વિધાનસભાની ચૂંટણીને લઈને બેઠક
વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદગ્રહણ સાથે જગદીશ ઠાકોરે (gujarat congress president jagdish thakor) સંગઠનમાં પ્રાણ ફૂંકવા માટે બેઠકોનો દોર ચલાવ્યો છે. સાથે પ્રદેશની કો-ઓર્ડિનેશન કમિટી, સંકલન સમિતિના અગ્રણીઓ સાથે આગામી ચૂંટણી માટેની પૂર્વ તૈયારીઓ, રણનીતિ અંગે ચર્ચા-વિચારણાની કવાયત આદરી છે.
વડોદરા કોંગ્રેસને મળશે નવા પ્રમુખ