વડોદરાગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું (Gujarat Assembly Election 2022)આ વર્ષ છે. આગામી દિવસોમાં તારીખો પણ જાહેર થઇ જશે જેને લઇને ચૂંટણી પંચની ( Gujarat election 2022 ) તમામ તૈયારીઓ થઇ રહી છે. તો બીજીતરફ રાજકીય પક્ષોના હાઈ કમાન્ડ પણ ઉમેદવાર પસંદગી સહિતની સમગ્ર પ્રક્રિયાઓને લઇને વ્યસ્ત છે. આ સમયે વડોદરા જિલ્લાની કુલ 10 બેઠકોમાંની એક ડભોઇ વિધાનસભા બેઠક (Dabhoi Assembly Seat ) 140 પર શું માહોલ છે અને શું રહ્યો છે તેનો ઇતિહાસ તે વિશે જાણીએ.
વણિક, પટેલ અને મુસ્લિમ મતદારોનું પ્રમાણ વધુ છે ડભોઇ વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. તેમ તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. જેમાં વડોદરા જિલ્લામાં કુલ 10 બેઠકો પૈકી પાંચ બેઠકો શહેર અને પાંચ બેઠકો ગ્રામ્ય વિધાનસભા બેઠકો આવેલી છે. વડોદરા ગ્રામ્યની પાંચ બેઠકો પૈકી ડભોઇ વિધાનસભા બેઠક (Dabhoi Assembly Seat ) પર છેલ્લા બે ટર્મથી ભાજપ હસ્તક છે. પરંતુ આ બેઠક પર મહત્વની બાબત એ છે કે કોઈ પણ પક્ષનો ઉમેદવાર વધુમાં વધુ બે વાર ચૂંટાય છે ત્યારે ભાજપ માટે સત્તત ત્રીજીવાર જીતવું શક્ય છે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે. હાલમાં આ બેઠક ( Assembly seat of Dabhoi ) પર ભાજપના શૈલેશ મહેતા (સોટ્ટા) ધારાસભ્ય છે. વડોદરા ગ્રામ્યની ડભોઇ વિધાનસભા બેઠક પર કુલ 2,28,045 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,16,685 છે તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,11,355 નોંધાયા છે. ડભોઇ વડોદરાના ખૂબ જૂના શહેરોમાંનું એક હોવાથી તેનું રાજકીય મહત્વ ઘણું છે.
વડોદરા ડભોઇ વિધાનસભા બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો વણિક મતદાનનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. અહીં પટેલ સમુદાય અને મુસ્લિમ સમુદાય વસ્તી પણ વસી રહી છે. ડભોઇ બેઠક (Dabhoi Assembly Seat ) ઉપર કોઈ જાતિવાદી પ્રશ્ન હાલમાં જોવા નથી મળી રહ્યો. પરંતુ આ બેઠક બે ટર્મ બાદ કોઈ પણ રાજકીય પક્ષ માટે મુશ્કેલી હોય છે ત્યારે આ વખતે ભાજપ પોતાનું પુનરાવર્તન કરશે કે પરિવર્તન આવશે તે જોવું રહ્યું.
આ બેઠક ભાજપ ત્રીજી વખત જીતે તો ઇતિહાસ રચાશે અગાઉની ચૂંટણીના પરિણામ આ બેઠક પર પાછલી બે ચૂંટણી 2012 અને 2017ના પરિણામ પર એક નજર કરીએ તો ડભોઇ વિધાનસભા બેઠક (Dabhoi Assembly Seat ) છેલ્લા 2 ટર્મથી ભાજપ હસ્તક છે. આ બેઠક પર 2012માં બાલકૃષ્ણ પટેલ ભાજપ પક્ષ અને કોંગ્રેસ તરફથી સિદ્ધાર્થ પટેલ ચૂંટણી લડ્યા હતાં. જેમાં બાલકૃષ્ણ પટેલને 70,833 મત મળ્યા હતા અને સિદ્ધર્થ પટેલને 65,711 મત મળ્યા હતા. જેથી ભાજપની આ બેઠક પર ભવ્ય જીત થઈ હતી. 2017 માં ( Gujarat Assembly Election 2017 ) આ બેઠક પર ભાજપ પક્ષ તરફથી શૈલેષ મહેતા જેમને શૈલેષ સોટ્ટા તરીકે પણ જાણીતાં છે તેમને ( Shailesh Mehta Seat ) મેદાનમાં ઉતારવામાં આવ્યા હતાં અને કોંગ્રેસ પક્ષમાંથી 2012 માં ચૂંટણી હારેલા સિદ્ધાર્થ પટેલ ( Siddharth Patel Seat ) ને જ ટિકિટ આપવામાં આવી હતી. જેમાં શૈલેષ મહેતાને 77,945 મત મળ્યા હતાં તો સિદ્ધાર્થ પટેલને 75,106 મત મળ્યા હતાં અને માત્ર 2839 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ડભોઇ પહેલાના સમયમાં ખૂબ પ્રતિષ્ઠિત નગર હતું ડભોઇ વિધાનસભા ખાસિયતો ડભોઇ વિધાનસભા બેઠક (Dabhoi Assembly Seat ) નું મહત્વ ખૂબ જ વધારે છે. કેમ કે કોઈ પણ સત્તાધારી પક્ષ બે ટર્મથી વધુ સમય જીત અહીં મેળવી શકતો નથી. આ બેઠક ડભોઇ સાથે દર્ભાવતીના નામથી પણ જાણીતી છે. તેમજ ચાણોદ, કાયાવરોહણ વગેરે ધર્મસ્થાનો પણ લોક લાગણીનું કેન્દ્ર છે. સાથે પોઇચા ખાતે આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયનું ભવ્ય મંદિર પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ડભોઇમાં સ્વચ્છતાને લઇને ખૂબ વ્યાપક સમસ્યાઓ જોવા મળે છે 2022 ના મુદ્દા અને સમસ્યાઓડભોઇ નગરમાં પોસ્ટકાર્ડ અભિયાન હાથ ધરાયુ હતું. ઠેરઠેર ગંદકી, રોડરસ્તામાં ભંગાણ અને ડ્રેનેજની સમસ્યા સામે તંત્રની બેદરકારી અને સમસ્યાનું નિરાકારણ ન આવતા પીએમ નરેન્દ્ર મોદી તેમજ પૂર્વ મુખ્ય વિજય રૂપાણીને ડભોઈ ટાવર પાસે 100થી વધુ નગરજનોએ એકત્ર થઈ 10 હજાર જેટલા પોસ્ટ કાર્ડ એકત્ર કરી મોકલી તેમની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે માંગ કરી હતી. આજે ઈલેક્ટ્રોનિક યુગમાં પણ પોસ્ટકાર્ડની તાકાત દર્શાવતા નગરજનોએ પત્રવ્યવહાર દ્વારા પોતાની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે 10 હજાર પોસ્ટકાર્ડ મોકલી માંગ કરાઈ હતી. આ સિવાય ખેડૂતોના પ્રશ્નો અને વિકાસના કામો ન થતા હોવાની નગરજનો દ્વારા સમસ્યાઓનો નિકાલ કરવા માંગ(Dabhoi Assembly Seat ) કરાઈ રહી છે.