- બોગસ કાર્ડ બનાવી દેનારી ગેંગ ઝડપાઇ
- પોલીસે 7 લોકોની ધરપકડ કરી
- હોમગાર્ડની ઓફિસના કર્મચારી મારફતે બોગસ કાર્ડ બનાવ્યા હોવાનો ધટકસ્ફોટ
વડોદરાઃ શહેરમાં GRDના બોગસ આઇકાર્ડ બનાવનારી ગેંગ ઝડપાઇ છે. બુટલેગરો તેમજ વાહનચાલકો પાસેથી રૂપિયા ખંખેરવા માટે આ કાર્ડ બનાવી આપવાની વાત પર તપાસ કરવામાં આવશે. ગેંગનો પર્દાફાશ થતા અસલાલી પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં સુનિલ પરમાર, વિશાલ પરમાર, હાર્દીક પરમાર, મહેશ પરમાર, જશવંત મકવાણા, મનિષ પ્રજાપતિ, અમિત રાવલનો સમાવેશ થાય છે. જેમાં અમિત અને મનીષ મુખ્ય આરોપી છે. લાલદરવાજા ખાતે આવેલી હોમગાર્ડની ઓફિસમાં કામ કરતા એક કર્મચારી મારફતે GRDના બોગસ કાર્ડ બનાવી દીધા હોવાનો ધટકસ્ફોટ થયો છે.
સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરનારા જાલુસિંહ ચૌહાણના જણાવ્યાં મુજબ તે ત્રણ દિવસ પહેલા ડ્યુટી પર હતા, ત્યારે અસલાલી પાસે ટોલનાકા પર બે GRDના જવાનો વાહનોને રોકીને ચેંકીગ કરતા હતા. જેથી જાલુસિંહ ચૌહાણ નવા GRD જવાનોને જોઇને તેમની પાસે ગયા હતા અને તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે, તેમનુ નામ સુનિલ પરમાર અને વિશાલ પરમાર છે. તેમના આઇકાર્ડ જોતાની સાથે જાલુસિંહ ચૌહાણને શંકા ગઇ હતી કે યુવકોએ બોગસ આઇકાર્ડ બનાવ્યાં છે. જેથી જાલુસિંહે તેમની ધરપકડ કરવાની જગ્યાએ તેમની ગેંગમાં કેટલા લોકો છે, તેની પુછપરછ અત્યંત ચપળતાપુર્વક કરી હતી. બંન્ને યુવકો સાથે બીજા પણ બે યુવકો આગળ ડ્યુટી કરતા હોવાનું જાણવા મળ્યું હતુ. જાલુસિંહ તે બન્ને યુવકો પાસે ગયા હતા. જ્યા જઇને તેમની પણ શાંતીથી પુછપરછ કરી હતી. તે બે યુવકોના નામ હાર્દિક પરમાર અને મહેશ પરમાર હતા. આ ચારેય યુવકોએ GRDની વર્દી પહેરી હતી અને ચારરસ્તા પર પોતાની ડ્યુટી કરતા હતા.
અધિકારીએ ચારેયની અટકાયત કરી