ગુજરાત

gujarat

ETV Bharat / city

નવલી નોરતાની બીજા નોરતે હેરિટેજ ગરબાનું થયું ભવ્ય આયોજન, બોલાવી ખેલૈયાઓએ ગરબાની રમઝટ - વડોદરામાં હેરિટેજ ગરબા મહોત્સવ

વડોદરામાં મોતીબાગ મેદાનમાં હેરિટેજ ગરબાનું ભવ્ય આયોજન (Grand Heritage Garba Organized at Moti Bagh Ground) કરવામાં આવ્યું છે. આ સાથે વિવિધ સ્થળોએ શેરીઓ સહિત મોટા મેદાનોમાં નવરાત્રીમાં માતાજીની સ્થાપના કરી આ પર્વનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજવી પરિવાર અને વોડ વિઝાર્ડ દ્વારા રાજમહેલના ઐતિહાસિક મોતીબાગ મેદાનમાં (Garba Organized at Moti Bagh Ground in Vadodara) જાણીતા ગાયક બેલડી સચિન અને અશિતા લીમયે દ્વારા પારંપારિક ગરબા સાથે નવા ગરબાઓ ગવડાવી હેરિટેજ ગરબા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

નવલી નોરતાની બીજા નોરતે હેરિટેજ ગરબાનું થયું ભવ્ય આયોજન, બોલાવી ખેલૈયાઓએ ગરબાની રમઝટ
નવલી નોરતાની બીજા નોરતે હેરિટેજ ગરબાનું થયું ભવ્ય આયોજન, બોલાવી ખેલૈયાઓએ ગરબાની રમઝટ

By

Published : Sep 28, 2022, 6:52 PM IST

વડોદરાબે વર્ષ બાદ નવરાત્રી પર્વની ઉજવણી ભારે ધામધૂમથી (significance of navratri festival) કરવામાં આવી રહી છે. ગરબે ઘુમવા નાના મોટા અબાલ વૃદ્ધ, યુવાનો, યુવતીઓ થનગની રહ્યા છે . વડોદરામાં વિવિધ સ્થળોએ શેરીઓ સહિત મોટા મેદાનોમાં નવરાત્રીમાં માતાજીની સ્થાપના (navratri 2022 puja vidhi) કરી આ પર્વનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજવી પરિવાર દ્વારા (Garba Organized at Moti Bagh Ground in Vadodara ) પણ મોતીબાગ મેદાનમાં હેરિટેજ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરામાં મોતીબાગ મેદાનમાં હેરિટેજ ગરબાનું ભવ્ય આયોજન

મોતીબાગમાં આયોજન વડોદરા શહેરમાં નવરાત્રી પર્વની ઉજવણી (Vadodara Navratri celebration) નોરતાના પ્રથમ દિવસથી ઉત્સાહ અને ભક્તિ પૂર્વક થઈ હતી. રાજવી પરિવાર અને વોડ વિઝાર્ડ દ્વારા રાજમહેલના ઐતિહાસિક મોતીબાગ મેદાનમાં જાણીતા ગાયક બેલડી સચિન અને અશિતા લીમયે દ્વારા પારંપારિક ગરબા સાથે નવા ગરબાઓ ગવડાવી હેરિટેજ ગરબા મહોત્સવનો પ્રારંભ (Heritage Garba Festival in Vadodara) કરાવ્યો હતો. નવરાત્રીના પ્રારંભે જ યુવાનો યુવતીઓએ ભારે ઉત્સાહથી ગરબે રમવા આવી પહોંચ્યા હતા.

વિવિધ વેશભૂષા એ આકર્ષણ જમાવ્યું વડોદરા શહેરના રાજવી પરિવાર દ્વારા આયોજીત હેરિટેજ ગરબાના (Grand Heritage Garba Organized at Moti Bagh Ground) બીજા દિવસે ખૂબ જ ઉત્સાહથી ખેલૈયાઓએ ગરબાની રમઝટ માણી હતી. અહીં ગરબાની ખાસિયત મુજબ યુવાનો યુવતીઓ વિવિધ વેશભૂષા ધારણ કરીને ગરબે ઘુમતા નજરે પડ્યા હતા. ઢોલીના થાપે અને તબલાની તર્જ પર યુવાનો યુવતીઓ મગ્ન થઈને વિવિધ સ્ટાઇલ અને સ્ટેપ્સમાં નજાકતથી ગરબા રમીને માતાજીની ભક્તિ અને આરાધના કરી રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details