વડોદરાઃ વડોદરા શહેર પોલીસે સરકારી અનાજના જથ્થાનું કૌંભાંડ ઝડપી પાડ્યું છે. છાણી-બાજવા રોડ ઉપર ટેમ્પોમાંથી સરકારી અનાજના જથ્થા સાથે 3 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં અનાજ કૌભાંડ ઝડપાયું, પોલીસે અનાજના 10 કોથળા જપ્ત કર્યા - અનાજ કૌભાંડ
વડોદરા શહેર પોલીસે સરકારી અનાજના જથ્થાનું કૌંભાંડ ઝડપી પાડ્યું છે. છાણી-બાજવા રોડ ઉપર ટેમ્પોમાંથી સરકારી અનાજના જથ્થા સાથે 3 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સરકારી અનાજનો જથ્થો ગરીબો સુધી પહોંચાડવાના બદલે બારોબાર સગેવગે કરાતો હતો. કોરોના વાઈરસના લોકડાઉનમાં ગરીબ લોકોને જરૂરી અનાજનો જથ્થો મળી રહે તે માટે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજનો પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. પરંતુ કેટલાક તત્વો દ્વારા સરકારી અનાજનો જથ્થો ગરીબો સુધી પહોંચાડવાના બદલે બારોબાર સગેવગે કરી રહ્યા છે. બે દિવસ પહેલાં જિલ્લા પંચાયતના સભ્ય સહિત ટોળકીનું સરકારી ઘઉંનો જથ્થો સગેવગે કરવાનું કૌંભાંડ ઝડપી પાડ્યું હતું.
પોલીસે અનાજ ભરેલા 10 કોથળા કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી દરમિયાન જવાહરનગર પોલીસે બાતમીના આધારે સરકારી અનાજનો જથ્થો સગેવગે કરી રહેલા અરૂણકુમાર, રાજારામ માથોર, નિલેશ હરીકિશન પરમાર અને પ્રવિણ જગદીશભાઇ ગુપ્તાની ધરપકડ કરી છે. પોલીસે તેઓ પાસેથી અનાજ ભરેલા 10 કોથળા કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.