- વડોદરાથી વિદેશ જતા વિદ્યાર્થીઓ આનંદો
- વેક્સિનનો બીજો ડોઝ સરળતાથી મળી રહેશે
- મહાનગપાલિકાની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ માટે વિશેષ લિન્ક મુકાઈ
વડોદરાઃ શહેરથી વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, વડોદરા મહાનગરપાલિકાએ વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને ઝડપથી વેક્સિનનો બીજો ડોઝ આપવાની જાહેરાત કરી છે. આ માટે મહાનગરપાલિકાની વેબસાઈટ પર વિશેષ લિન્ક પણ મુકવામાં આવી છે.
વડોદરાથી વિદેશ જતા વિદ્યાર્થીઓ આનંદો આ પણ વાંચો-વાંકાનેરના લુણસર ગામમાં એક જ પરિવારના 4 સભ્યોએ રસીનો પ્રથમ ડોઝ લીધો, પરંતુ સર્ટિફિકેટ બીજા ડોઝનું મળ્યું
100 જેટલા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થશે
આ લિન્ક પર ઓછામાં ઓછા 100 જેટલા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થશે ત્યારબાદ તેમનો વેક્સિન લેવા માટેનો સ્લોટ બુક કરવામાં આવશે અને પછી વેક્સિન અપાશે. આપને જણાવી દઈએ કે, વિદેશ જતા વિદ્યાર્થીઓ વેક્સિનના બંને ડોઝ વચ્ચેના અંતરથી ચિંતામાં મુકાયા હતા, પરંતુ મહાનગરપાલિકાએ ચિંતા દૂર કરી છે.
વેક્સિનનો બીજો ડોઝ સરળતાથી મળી રહેશે આ પણ વાંચો-વેક્સિનના બીજા ડોઝને લઈ વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું
100 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયા બાદ વેક્સિનનો સ્લોટ ખોલાશે
કોરોના વેક્સિનના બંને ડોઝ વચ્ચે 84 દિવસનું અતર છે, જેના કારણે વિદેશ જતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હતા, પરંતુ આવા સમયે પાલિકાએ સમયસર નિર્ણય લીધો છે, જેના કારણે હવે આગામી સમયમાં વિદેશમાં જનારા વિદ્યાર્થીઓ અહીં જ વ્યક્તિના બે ડોઝ મૂકાવી જઈ શકશે. વડોદરાના મેયર કેયૂર રોકડિયાએ જણાવ્યું હતું કે, વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે કે 5 જૂનથી વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરી શકશે, જેમાં સ્પેશિયલ વેક્સિનેશન મૂકવામાં આવશે. ઓછામાં ઓછા 100 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ વેક્સિનનો સ્લોટ ખોલવામાં આવશે અને ત્યારબાદ વેક્સિનનો બીજો ડોઝ વિદેશ જનાર વિદ્યાર્થીઓ માટે મૂકવામાં આવશે.