ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાણીએ મામા અને માસી વિરુદ્ધ પોતાના હક્કના લાખો રૂપિયા હજમ કર્યા હોવાની ફરિયાદ નોંધાવી

વડોદરામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યા ભાણીના હક્કના લાખો રૂપિયા મામા-માસીએ હજમ કરી લીધા છે. ભાણીએ છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી છે. બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સંપાદન થયેલી જમીનના સરકાર તરફથી ચુકવણું થયેલા રૂપિયા 68.80 લાખ મામા-માસીએ ચાઉં કર્યા છે.

લાખો રૂપિયા હજમ કર્યા હોવાની ફરિયાદ
લાખો રૂપિયા હજમ કર્યા હોવાની ફરિયાદ

By

Published : Sep 22, 2020, 9:21 AM IST

વડોદરા: શહેરના લક્ષ્મીપુરા રોડ પર રણછોડરાય નગરમાં રહેતી 32 વર્ષીય ભાવિકા ભીખાભાઈ વાળંદે છાણી પોલીસ મથકે તેની બે માસી અનસોયા કિરીટભાઈ વાળંદ , ચંદ્રીકા અશોકભાઈ વાળંદ અને કૌટુંબિક મામા ચંદુ ભગવાનભાઈ વાળંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.જેમાં ભાવિકાના માતા રંજનબેનને વાલની બિમારી હોવાથી દશરથ ગામે રહેતા હતા. આ દરમિયાન ફેબ્રુઆરી -2001 માં રંજનબેનનું અવસાન થયું હતું.જે બાદ ભાવિકાના કૌટુંબિક મામા ચંદુ વાળંદે 16 એપ્રીલ 2012 ના રોજ સોગંદનામું તૈયાર કરી પેઢીનામું બનાવ્યું હતું.

જેમાં સ્વ રંજનબેનને નિઃસંતાન બતાવ્યા હતા. આ બોગસ પેઢીના આધારે આરોપી ચંદુએ ભાવિકાનો વારસાઈ હક્ક કાઢી નાખ્યો હતો. આ દરમિયાન દશરથ ગામ ખાતે આવેલી સર્વે નં.755 વાળી જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદન થઈ હતી.જેથી જમીનના વળતર પેટે સરકાર તરફથી રૂપિયા 68.80 લાખનું ચૂકવણું થયું હતું. જોકે,આરોપી ચંદુએ પોતાના નામે આ ચેક મેળવી લીધો હતો. જેમાંથી રૂપિયા 34.40 લાખ તેણે પોતે રાખી બીજા રૂપિયા 34.40 લાખ બે બહેન અનસોયા વાળંદ અને ચંદ્રીકા વાળંદને આપ્યા હતા.

આ રકમમાંથી ભાવિકાને તેના હક્કના રૂપિયા 11.46 લાખ આપવા ન પડે તે માટે તેની બે માસી અનસોયા અને ચંદ્રીકાએ પણ ચંદુ સાથે મળી કાવતરૂ રચવામાં ભૂમિકા ભજવી હતી. પોલીસે ભાવિકાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details