ગુજરાત

gujarat

ETV Bharat / city

Genda Circle Bridge Issue : 5 વર્ષથી બનતો આ બ્રિજ ક્યારે પૂર્ણ થશે? સરકારે હાથ અદ્ધર કરી દીધાં - વડોદરામાં બ્રિજનું કામ અપૂર્ણ

વડોદરામાં રાજ્યનો સૌથી લાંબો ઓવર બ્રિજ 2017થી બની રહ્યો છે. આ બ્રિજ હજુ પણ પૂર્ણ ન થતાં વિકાસના (Genda Circle Bridge Issue) કામો પર સવાલ ઊઠી રહ્યો છે.

Genda Circle Bridge Issue : 5 વર્ષથી બનતો આ બ્રિજ ક્યારે પૂર્ણ થશે? સરકારે હાથ અદ્ધર કરી દીધાં
Genda Circle Bridge Issue : 5 વર્ષથી બનતો આ બ્રિજ ક્યારે પૂર્ણ થશે? સરકારે હાથ અદ્ધર કરી દીધાં

By

Published : Jan 31, 2022, 7:11 PM IST

વડોદરાઃ વડોદરામાં રાજ્યનો સૌથી લાંબો ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત રાજ્ય સરકારે વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી પહેલાં કરી હતી. આજે 5 વર્ષ બાદ પણ બ્રિજ બનીને તૈયાર (Genda Circle Bridge Issue) થયો નથી. જેના કારણે વિકાસના કામો પણ સવાલ ઉઠી રહ્યાં છે. 5 વર્ષ બાદ પણ બ્રિજની કામગીરી (Bridge Work not Completed in Vadodara) અધૂરી છે.

રાજ્ય સરકાર ગ્રાન્ટના નાણાં ચૂકવવામાં ઠાગાંઠૈયાં કરી રહી છે

ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી 3.5 કિલોમીટરનો બ્રિજ

વડોદરામાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી 3.5 કિલોમીટરનો રાજ્યનો સૌથી લાંબો ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત તત્કાલીન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વર્ષ 2017માં કરી હતી. રાજ્ય સરકાર 230 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી. જેના માટે વડોદરા પાલિકાને સરકાર નાણાં ચૂકવવાની હતી. પણ આજે 5 વર્ષ બાદ પણ સરકારે કોર્પોરેશનને (Vadodara Corporation Grant Issue) માત્ર 76 કરોડ ચૂકવ્યાં છે. બાકીના નાણાંનું ભારણ (Genda Circle Bridge Issue) સરકારે કોર્પોરેશન પર નાખી દીધું છે.

આ પણ વાંચોઃ Unique protest to remove barricades : વડોદરામાં સામાજિક કાર્યકરોએ હાથ ધર્યું અનોખું અભિયાન

સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી બ્રિજ માટે નાણાં વપરાશે

આ બ્રિજ બનાવનાર કોન્ટ્રાકટર રણજીત બિલ્ડકોનને અત્યાર સુધી પાલિકાએ 120 કરોડ ચૂકવી દીધા છે. જેમાંથી 76 કરોડ સરકારે અને બાકીના 44 કરોડ પાલિકાએ સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી ચૂકવ્યા છે. પણ હવે બાકીના 110 કરોડ સરકાર ચૂકવી રહી (Genda Circle Bridge Issue) નથી. જેના કારણે બ્રિજની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા ગોકળગતિએ કરવામાં આવી રહી છે. બ્રિજ ત્રણ વર્ષમાં બનીને તૈયાર થવાનો હતો પણ 5 વર્ષ બાદ પણ કામ પૂરું થયું નથી. સરકાર બ્રિજ માટે બાકી (Vadodara Corporation Grant Issue) નાણાં ન ચૂકવતાં કોર્પોરેશને હવે સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી 60 કરોડ બ્રિજ માટે વાપરવાનું નક્કી કર્યું છે, સાથે જ સરકાર પાસેથી બાકીના 110 કરોડની માગણી પણ કરી છે.

આ પણ વાંચોઃ વડોદરામાં બાબા સાહેબની પ્રતિમા ખસેડવાની રજૂઆત મંજૂર

કોંગ્રેસે પાલિકાના નિર્ણય પર ઉઠાવ્યાં સવાલ

બ્રિજના નાણાં સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી વપરાતા કોંગ્રેસે સત્તાધીશો અને રાજ્ય સરકાર પર પ્રહાર (Genda Circle Bridge Issue) કર્યા છે. વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યું હતું કે રોડ, રસ્તા, પાણી અને ડ્રેનેજના કામ માટે સ્વર્ણિમ ગ્રાન્ટ વાપરવાની હોય છે, પણ પાલિકા 100માંથી 60 કરોડ બ્રિજ પાછળ જ વાપરશે તો શહેરના અન્ય કામો કેવી રીતે કરશે. મહત્વની વાત છે કે 5 વર્ષ બાદ પણ બ્રિજ ન બનતાં લોકો ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. સાથે શું (Bridge Work not Completed in Vadodara) આ છે પાલિકાનો વિકાસ તે સવાલ પણ ઉઠાવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details