ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં કોરાના સંક્રમણ વધતા બાગબગીચા બંધ રાખવા તંત્રનો નિર્ણય - Gardens closed in Vadodara

રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળ્યો છે. ત્યારે વડોદરામાં કોરોના સંક્રમણ વકરતા તંત્રએ શહેરભરના તમામ બાગબગીચાઓ બંધ કરી દીધા છે. ઉપરાંત આગામી સૂચના સુધી બાગબગીચા ના ખોલવા જણાવવામાં આવ્યું છે.

વડોદરામાં કોરાના સંક્રમણ વધતા બાગબગીચા બંધ રાખવા તંત્રનો નિર્ણય
વડોદરામાં કોરાના સંક્રમણ વધતા બાગબગીચા બંધ રાખવા તંત્રનો નિર્ણય

By

Published : Mar 20, 2021, 5:31 PM IST

  • વડોદરામાં બાગબગીચાઓ બંધ કરવાનો તંત્રનો નિર્ણય
  • સુરત, અમદાવાદ બાદ વડોદરા તંત્ર સર્તક
  • આગામી 31 માર્ચ સુધી બાગબગીચાઓ રહેશે બંધ

વડોદરાઃ શહેરમાં વધી રહેલા કોરોના કેસનાના કારણે એક વર્ષ અગાઉ જેવી પરિસ્થિતીનું પુનઃ નિર્માણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના કેસ વધતા તંત્રએ શહેરભરના તમામ બાગબગીચાઓ બંધ કરી દીધા છે. ઉપરાંત નવી સૂચના ન મળે ત્યા સુધી બાગબગીચા ના ખોલવા જણાવવામાં આવ્યું છે.

ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ શહેરમાં કેટલાક દિવસોથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ખાસ કરીને માર્ચ મહિનામાં કોરોના કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તંત્ર કોરોનાના સાચા આંકડા છુપાવવા તમામ પ્રકારની મથામણ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં 20 માર્ચથી શહેરના તમામ બાગ-બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ રહેશે

આગામી સૂચના ના મળે ત્યાં સુધી બાગબગીચા બંધ

શહેરમાં કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે, તેના પગલે ધીરે-ધીરે પુનઃએકવાર લોકડાઉન જેવી પરિસ્થિતી જણાઈ રહી છે. મહામારીની સ્થિતી ગંભીર બનતા પાલિકા તંત્રએ શહેરભરના બાગબગીચાઓ અનિશ્ચીત મુદત સુધી બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત આગામી સૂચના ન મળે ત્યાં સુધી બાગબગીચાઓ બંધ રહેશે.

વડોદરામાં કોરાના સંક્રમણ વધતા બાગબગીચા બંધ રાખવા તંત્રનો નિર્ણય

આગામી સમયમાં મોલ પણ બંધ શકે છે!


ઉલ્લેખનીય છે કે, વિવિધ બાગમાં રોજ મોર્નિંગ વોક માટે મોટી સંખ્યામાં લોકો જોવા મળતા હોય છે. જે અંતર્ગત કમાટીબાગ ખાતે મોર્નિંગ વોક માટે આવતા લોકોના ટોળા જામતા પાલિકા તંત્ર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ સહિતની સમજ અપાઈ હતી અને બીજે દિવસે બાગબગીચા બંધ કરી દેવાનો નિર્ણય લેવો પડ્યો હતો. તો બીજી તરફ કોરોનાની સ્થિતી બેકાબૂ થતી જણાય તો આગામી દિવસોમાં શોપીંગ મોલ અને જીગ્નેશિયમને પણ તાળા વાગી જાય તો નવાઈ નહીં !

ABOUT THE AUTHOR

...view details