ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાઃ ગરબા ગાયક અતુલ પુરોહિત આ વર્ષે યુવાધનને કરી રહ્યા છે મિસ

વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે, ત્યારે વડોદરાને વિશ્વના ફલક ઉપર મૂકવા માટે ગરબા ગાયક અતુલ પુરોહિતનું યોગદાન અનેરું છે. પ્રતિવર્ષ હજારો યુવાધનને ગરબે ઘૂમવા પોતાના કંઠના કામણ પાથરનારા અતુલ પુરોહિત આ વર્ષે યુવાનોને ખૂબ મિસ કરી રહ્યા છે અને ETV ભારતના દર્શકો માટે તેઓએ એક ગરબો પણ ગાયો હતો.

Garba singer Atul Purohit
ગરબા ગાયક અતુલ પુરોહિત આ વર્ષે યુવાધનને કરી રહ્યા છે મિસ

By

Published : Oct 20, 2020, 10:21 PM IST

  • કોરોના મહામારીના કારણે આ વર્ષે રાજ્યમાં ગરબાના મોટા આયોજન પર પ્રતિબંધ
  • વડોદરાના ગરબાને વિશ્વના ફલક ઉપર મૂકવા માટે ગરબા ગાયક અતુલ પુરોહિતનું યોગદાન અનેરું
  • અતુલ પુરોહિત આ વર્ષે યુવાનોને મિસ કરી રહ્યા છે

વડોદરાઃ કોરોના મહામારીના કારણે લગભગ તમામ તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. જો કે, રાજ્ય સરકાર દ્વારા શહેરમાં ગરબાના મોટા આયોજન પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં પણ ગરબાના આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગરબા ગાયક અતુલ પુરોહિત આ વર્ષે યુવાધનને કરી રહ્યા છે મિસ

વડોદરામાં નાના-મોટા 150થી વધુ ગરબાનું દર વર્ષે થાય છે આયોજન

શહેરમાં નાના-મોટા 150થી વધુ ગરબાનું આયોજન કરવામાં આવે છે. વડોદરાને વિશ્વ ફલક ઉપર મૂકનારા ગાયક તરીકે ગરબા ગાયક અતુલ પુરોહિતનું યોગદાન અનેરું છે. પ્રતિવર્ષ હજારો યુવાધનને ગરબે ઘુમવા પોતાના કંઠના કામણ પાથરનારા અતુલ પુરોહિત આ વર્ષે યુવાનોને ખૂબ મિસ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details