વડોદરા શહેરમાં ધામધૂમથી ઠેર ઠેર ગણેશજીનું સ્થાપન કરવામાં (Ganesh Utsav 2022 Vadodara) આવ્યું છે. ત્યારે ચાંપાનેર વિસ્તારમાં એક પરિવાર દ્વારા છેલ્લા 15 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે અને છેલ્લા પાંચ વર્ષથી પર્યાવરણ આધારિત થીમ પર ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે. ત્યારેે આ વર્ષે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન્ડ થીમ આધારિત પતંગના કાગળ અને કાર્ડબોર્ડમાંથી બનાવેલ શણગાર તૈયાર કરવામાં આવ્યો છે. તો 101 પુનઃ ઉપયોગ કરી શકાય તેવી બેગમાંથી બનેલી બોટમાં (boat made bag Ganpati Decoration) ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે જે ખુબ જ આકર્ષણ જમાવ્યું છે.
દોઢ મહિનાની અથાગ પરિશ્રમ બાદ બેગમાંથી બનેલી બોટમાં ગણપતિનું સ્થાપન આ પણ વાંચોગણેશોત્સવમાં AAPએ માર્યું એક તીરથી 2 નિશાન
પર્યાવરણ થીમ લોક જાગૃતિ ડેકોરેશન કરનાર રાધિકા સોનીએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી અમે ગણેશ ઉત્સવની ઉજવણી કરીએ છીએ, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી પર્યાવરણ થીમ અનુરૂપ લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને અમે પહેલા વર્ષે પર્યાવરણ પ્રદૂષણ પર કર્યું હતું. તો બીજા વર્ષે સ્ટેશનરીમાંથી સ્કૂલ બનાવી હતી જે તમમાં જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવી હતી. ત્રીજા વર્ષે કોરોના કાળ હોય કોરોનાની મહામારીમાં (ganesha decoration ideas) સેવા આપનાર થીમ પર ઉજવણી કરી હતી.
લોકો જાગૃતિનો પ્રયાસ વધુમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે 1008 બિસ્કીટ માંથી શિવલિંગ બનાવ્યું હતું, જે તમામ ગરીબ બાળકોને વિતરણ કરવામાં આવ્યા હતા. આ વર્ષે સરકાર દ્વારા પ્લાસ્ટિક પર કરવામાં આવેલા બેન્ડને ધ્યાનમાં રાખીને 101 પુનઃ ઉપયોગ કરી શકાય તેવી બેગમાંથી બનેલ બોટમાં ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. સાથે ગણેશજીના વિસર્જન સમયે 101 રિયુઝ થેલીનું વિતરણ કરી પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પણ વાંચોકરો 25 કિલો ચાંદી અને સોનાજડીત મોંઘેરા ગણેશજીના દર્શન
દોઢ મહિનાની અથાગ પરિશ્રમડેકોરેશન કરનારે જણાવ્યું હતું કે,આ ડેકોરેશન કરવામાં માટે દોઢ મહિનાનો સમય લાગ્યો છે. તેમજ આ ડેકોરેશનમાં પતંગમાં વપરાતા કાગળ, કાર્ડબોર્ડ અને જ્યાં ગણેશજી બિરાજમાન છે તે સ્થાન 101 રિયુઝેબલ બેગમાંથી બનાવવામાં આવ્યું છે. આ પરિવાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન્ડ થીમ દ્વારા ગણેશ ઉત્સવ મનાવવાનો ઉદ્દેશ છે કે સરકારના પ્લાસ્ટિક પ્રતિબંધમાં સમર્થન કરે અને પર્યાવરણને પણ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. Ganpati Decoration theme environment, ganesh chaturthi 2022, Ganpati decoration 2022