ગુજરાત

gujarat

ETV Bharat / city

બ્રાન્ડેડ કંપનીના શૂઝના નામે નકલી શૂઝ વેચનારાઓના કૌભાંડનો ગાંંધીનગર સીઆઈ સેલે કર્યો પર્દાફાશ - Super sale vadodara

વડોદરામાં મંગળવારે પાણીગેટ માંડવી રોડ પર આવેલી સુપર સેલ નામની દુકાન અને ગોડાઉનમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની સીઆઇ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. અહીં બ્રાન્ડેડ કંપનીનો લોગો લગાડી ડુપ્લિકેટ શુઝ વેચવાનું કૌભાડ ઝડપી પાડવામાં આવ્યું હતું.

બ્રાન્ડેડ કંપનીના શૂઝના નામે નકલી શૂઝ પધરાવવાનો કારસો, ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ ટીમે દરોડા પાડી કૌભાંડ ઝડપ્યું
બ્રાન્ડેડ કંપનીના શૂઝના નામે નકલી શૂઝ પધરાવવાનો કારસો, ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ ટીમે દરોડા પાડી કૌભાંડ ઝડપ્યું

By

Published : Nov 4, 2020, 1:55 PM IST

  • વડોદરામાં બ્રાન્ડેડ કંપનીના શૂઝના નામે નકલી શૂઝ બનાવતાં ઝડપાયાં
  • ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ ટીમે દરોડો પાડ્યો
  • નકલી શૂઝનો જથ્થો જપ્ત કરાયો

વડોદરાઃ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના સીઆઈ સેલની ટીમે 2 સ્થળોથી અંદાજે 59 લાખનો ડુપ્લિકેટ શૂઝનો જથ્થો જપ્ત કરી વેપારી સલીમ મેમણની પૂછપરછ શરૂ કરી હતી. મોડી રાત્રે ગુનો નોંધવાની તજવીજ પણ શરૂ કરી હતી. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની સીઆઇ સેલની ટીમને બાતમી મળી હતી કે વડોદરાના માંડવી પાણીગેટ રોડ ઉપર સિટી પોલીસ સ્ટેશનની નજીક આવેલી સુપર સેલ નામની દુકાન અને ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીઓના લોગો લગાડીને ડુપ્લિકેટ શૂઝનું વેચાણ મોટાપાયે કરાઈ રહ્યું છે.

વડોદરામાં બ્રાન્ડેડ કંપનીના શૂઝના નામે નકલી શૂઝ બનાવતાં ઝડપાયાં

જેથી પોલીસે સુપર સેલની દુકાન અને ગોડાઉન ઉપરાંત મંગળ બજારમાં આવેલી અન્ય બે દુકાનોમાં પણ તપાસ શરૂ કરાઈ હતી. પોલીસે દુકાન અને ગોડાઉનમાંથી અલગઅલગ બ્રાન્ડેડ કંપનીના લોગો લગાડેલાં 59 લાખના ડુપ્લિકેટ શૂઝનો જથ્થો જપ્ત કર્યો હતો. સીઆઇડી ક્રાઇમના વડોદરા ઝોનમાં આ મામલે વેપારી સલીમ મેમણ સામે ગુનો નોંધવાની તજવીજ મોડી રાત્રે કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details