ગુજરાત

gujarat

વડોદરા સ્થાનિક રહીશો દ્વારા પાણી મુદ્દે કોર્પોરેશનમાં મોરચો

વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની ઓફિસની સામેના ભાગમાં આવેલા મારીમાતાના ખાંચામાં જ છેલ્લા છ મહિનાથી ગંદુ પાણી અને ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાના મુદ્દે સ્થાનિક રહીશોનો મોરચો કોર્પોરેશન કચેરી ખાતે પહોંચ્યો હતો. જ્યાં તેઓએ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી.

By

Published : Jun 1, 2021, 8:05 AM IST

Published : Jun 1, 2021, 8:05 AM IST

Updated : Jun 1, 2021, 9:30 AM IST

વડોદરા સ્થાનિક રહીશો દ્વારા પાણી મુદ્દે કોર્પોરેશનમાં મોરચો
વડોદરા સ્થાનિક રહીશો દ્વારા પાણી મુદ્દે કોર્પોરેશનમાં મોરચો

  • મરીમાતામાં છેલ્લા 6 મહિનાથી દૂષિત પાણીની સમસ્યા
  • સ્થાનિકોએ ગંદા પાણીના બોટલો ભરી મેયરને રજૂઆત કરી
  • વડોદરાપાલિકાની વડી કચેરીની સામે જ પાણી મુદ્દે કકળાટ

વડોદરાઃ મરીમાતાના ખાંચા સહિતના આસપાસના વિસ્તારોમાં છેલ્લા છ મહિનાથી ગંદુ પાણી આવતું હોવા અંગે સ્થાનિક રહીશોએ કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુરવેને રજૂઆત કરી હતી. જે અંગે કોર્પોરેટરે જે તે વિભાગના અધિકારીઓને પણ શુધ્ધ પાણી મળે તે માટે રજૂઆત કરી હતી. છતાં પણ છ મહિનાનો સમયગાળો થઈ ગયો છે, પરંતુ હજુ પણ ગંદુ પાણી આવતું રહે છે.

આ પણ વાંચોઃકોરોનાની મહામારી વચ્ચે બનાસકાંઠાના સરહદી કોરેટી ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

મેયરે પાણી અંગે જલ્દી નિકાલની આપી ખાત્રી

આ અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેશન ખાતે મોરચો લઇ જઇ ગંદાપાણીની બોટલ ભરીને કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતને સાંભળી તેઓએ વહેલી તકે ગંદાપાણીના પ્રશ્નનો ઉકેલ આવી જશે તેવી ખાતરી આપી હતી.

Last Updated : Jun 1, 2021, 9:30 AM IST

ABOUT THE AUTHOR

...view details