ગુજરાત

gujarat

ETV Bharat / city

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી વડોદરા રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન - Vadodara Railway Station

પશ્ચિમ રેલવેએ (Western Railway) દિવાળીના તહેવારને (Diwali Festival) ધ્યાનમાં રાખી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે વડોદરાથી હરિદ્વારની સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. તેના કારણે પ્રવાસીઓએ હવે હાલાકીનો સામનો (railway passenger facility) નહીં કરવો પડે.

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી વડોદરા રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી વડોદરા રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન

By

Published : Oct 18, 2022, 3:16 PM IST

વડોદરાદિવાળીનો તહેવાર ખૂબ જ નજીકમાં છે. ત્યારે ગુજરાતમાં રહેતા અન્ય રાજ્યના લોકો દિવાળીની રજાઓમાં પોતાના ઘરે જતા (Diwali Festival) હોય છે. સાથે જ દિવાળીની રજાઓમાં કેટલાક લોકો ફરવા પણ જતા હોય છે, જેના કારણે ટ્રેનમાં પ્રવાસીઓનું ફૂલ બુકિંગ (railway passenger facility) રહેતું હોય છે. જોકે, પ્રવાસીઓને હાલાકી ન પડે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા તહેવાર વિશેષ ટ્રેનોની વધારાની 30 ટ્રીપ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વડોદરાથી હરિદ્વારની સ્પેશિયલ ટ્રેન (Vadodara to Haridwar Train) દોડાવવામાં આવશે.

4 સ્પેશિયલ ટ્રેનદિવાળી સ્પેશિયલ 4 ટ્રેન (diwali special train) બાન્દ્રા ટર્મિનસથી ગાંધીધામ, ભાવનગર, ભગત કી કોઠી તથા વડોદરાથી હરિદ્વાર (Vadodara to Haridwar Train) વચ્ચે ખાસ હોલીડે સ્પેશિયલ ટ્રેન (Holiday Special Train) રેલ વિભાગ દ્વારા દોડાવવામાં આવશે. આ અંગેની જાણકારી વડોદરા રેલવેના (Vadodara Railway Station) PRO દ્વારા આપવામાં આવી હતી. તો પ્રવાસીઓની સુવિધા (railway passenger facility) માટે અને તહેવારોની આ ખાસ સિઝન દરમિયાન તેમની માગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા બાન્દ્રા ટર્મિનસથી ગાંધીધામ, ભાવનગર, ભગત કી કોઠી અને વડોદરાથી હરિદ્વાર (Vadodara to Haridwar Train) સુધી વિશેષ ભાડા પર વધારાની ચાર જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રવાસીઓને નહીં પડે અગવડ

2 વર્ષ પછી લોકો જશે ફરવા તેમણે ઉમેર્યું હતું કે, કોરોના મહામારીના 2 વર્ષ બાદ લોકો તહેવારો દરમિયાન લોકો સાહેલગાએ જઈ શક્યા નથી. ત્યારે ચાલુ વર્ષે લોકોમાં ભારે ક્રેઝ ફરવા જવાનો છે. તેને ધ્યાનમાં રાખી દિવાળી સ્પેશિયલ ટ્રેનો રેલ વિભાગ (diwali special train) દ્વારા તહેવારો દરમિયાન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પહેલી ટ્રેનટ્રેન નંબર 09415/09416 બાન્દ્રા ટર્મિનસ–ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર (સાપ્તાહિક) 8 ટ્રીપ ટ્રેન નંબર 09415 બાન્દ્રા ટર્મિનસ–ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ બાન્દ્રા ટર્મિનસથી દર ગુરૂવારે 19.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 8.40 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 20 ઓક્ટોબર, 2022થી 10 નવેમ્બર, 2022 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09416 ગાંધીધામ – બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ગાંધીધામથી દર ગુરુવારે 00.30 કલાકે ઉપડશે અને એ જ દિવસે 14.20 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન પણ 20 ઓક્ટોબર 2022થી 10 નવેમ્બર 2022 સુધી દોડશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામખિયાળી અને ભચાઉ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ રહેશે.

બીજી ટ્રેન ટ્રેન નંબર 09207/09208 બાન્દ્રા ટર્મિનસ – ભાવનગર સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર (સાપ્તાહિક) દસ ટ્રીપ, બાન્દ્રા ટર્મિનસ–ભાવનગર સ્પેશિયલ દર શુક્રવારે બાન્દ્રા ટર્મિનસથી 09.15 કલાકે ઉપડશે અને એ જ દિવસે 23.45 કલાકે ભાવનગર પહોંચશે. આ ટ્રેન 21 ઓક્ટોબર, 2022થી 18 નવેમ્બર, 2022 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09208 ભાવનગર – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ દર ગુરુવારે ભાવનગરથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 20 ઓક્ટોબર, 2022થી 17 નવેમ્બર, 2022 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા જં., નડિયાદ જં., અમદાવાદ જં., સુરેન્દ્રનગર ગેટ, બોટાદ જં., ધોળા જં., સોનગઢ અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ રહેશે.

ત્રીજી ટ્રેન ટ્રેન નંબર 09093/09094 બાન્દ્રા ટર્મિનસ- ભગત કી કોઠી સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર (સાપ્તાહિક) ચાર ટ્રીપ ટ્રેન નંબર 09093 બાન્દ્રા ટર્મિનસ – ભગત કી કોઠી સ્પેશિયલ બાન્દ્રા ટર્મિનસથી દર શનિવારે 09.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.30 કલાકે ભગત કી કોઠી પહોંચશે. આ ટ્રેન 22 ઓક્ટોબર, 2022 અને 29 ઓક્ટોબર, 2022ના રોજ દોડશે. એ જ રીતે, ટ્રેન નંબર 09094 ભગત કી કોઠી - બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ દર રવિવારે ભગત કી કોઠીથી 12.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.45 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 23મી ઓક્ટોબર, 2022 અને 30મી ઓક્ટોબર, 2022ના રોજ દોડશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ જંક્શન, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ જં., ભીલવાડા, બીજયનગર, નસીરાબાદ, અજમેર, બ્યાવર, મારવાડ જંક્શન, પાલી અને લુણી જંક્શન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ રહેશે.

ચોથી ટ્રેન ટ્રેન નંબર 09129/09130 વડોદરા–હરિદ્વાર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર (સાપ્તાહિક) આઠ ટ્રીપ ટ્રેન નંબર 09129 વડોદરા – હરિદ્વાર સુપરફાસ્ટ સ્પેશિયલ દર શનિવારે વડોદરાથી 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.30 કલાકે હરિદ્વાર (Vadodara to Haridwar Train) પહોંચશે આ ટ્રેન 22 ઓક્ટોબર 2022થી 12 નવેમ્બર 2022 સુધી ચાલશે તેવી જ રીતે, ટ્રેન નંબર 09130 હરિદ્વાર-વડોદરા સુપરફાસ્ટ સ્પેશિયલ હરિદ્વારથી દર રવિવારે 17.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.25 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન 23 ઓક્ટોબર 2022થી 13 નવેમ્બર 2022 સુધી ચાલશે. આ ટ્રેન ગોધરા, દાહોદ, રતલામ, કોટા, ગંગાપુર સિટી, મથુરા જં., હઝરત નિઝામુદ્દીન, ગાઝિયાબાદ જં., મેરઠ સિટી, મુઝફ્ફરનગર, ટાપરી જં અને રૂડકી સ્ટેશનો સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસ, એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ રહેશે.જેથી પ્રવાસીઓની યાત્રા સુવિધા સફર બને.

ABOUT THE AUTHOR

...view details