વડોદરા આજના આધુનિક જમાનામાં કોઈની પાસે સમય હોતો નથી. ત્યારે પોતાની સાથે બનેલ કોઈ ઘટનાને લઇ મનમાં લાગેલી ચોટના કારણે આજે પણ વડોદરા શહેરનો રીક્ષાચાલક અતુલભાઇ ઠક્કરે પોતાની જ રીક્ષાને ઇમરજન્સી સેવા માટે ઉપલબ્ધ કરી છે. અત્યાર સુધીમાં ગર્ભવતી મહિલાઓ સહિત 500થી વધુ પેશન્ટ ફ્રી ઓટોરિક્ષા ઇમરજન્સી સેવાનો લાભ લઈ ચૂક્યા છે અને આજે પણ આ અવિરત પણે સેવાનું કામ કરી રહ્યાં છે.
અતુલ ઠક્કરે હવે ફ્રી કાર એમ્બ્યુલન્સ સેવા પણ શરુ કરી છે સેવાનું પ્રેરણા સ્થાન બની એક ઘટનાવડોદરાના અતુલભાઈ ઠક્કર અક્ષર ચોકવિસ્તારની અક્ષર રેસિડેન્સીમાં રહે છે. આજથી 12 વર્ષ પહેલા વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા હતા. રાત્રિના સમયમાં તેમની પત્ની પ્રીતિબેન ઠક્કરની તબિયત અચાનક જ બગડતા પોતાની રીક્ષાને પંક્ચર હોય અને 108 એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી શકી ન હોતી. જેથી અતુલભાઈ રીક્ષાની શોધમાં આમતેમ ફર્યા હતા. જો કે બાદમાં એક રીક્ષા મળી હતી અને પોતાની પત્નીની હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે રીક્ષાચાલક સમક્ષ કરગર્યાં હતા. છેવટે રીક્ષાચાલક 100 રૂપિયામાં હોસ્પિટલ આવવા માટે તૈયાર થયો હતો, જેથી રિક્ષામાં બેસાડી પત્નીને હોસ્પિટલ સુધી પહોંચાડી હતી.
500થી વધુ દર્દીઓ લાભ લઇ ચુક્યા છેઆ સમયે તેમના પત્નીને ત્રણ દિવસ આઈસીઓમાં રાખવા પડ્યા હતાં. જો કે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકતા તેમની પત્નીને યોગ્ય સારવાર ન મળી શકતાં પ્રીતિબેનનું હૃદય માત્ર 35 ટકા ચાલે છે. અતુલભાઈને તે દિવસથી મનમાં થયું કે સમય નીકળ્યા પછી કઈ પણ હાથમાં રહેતું નથી. ત્યારથી તેઓ આ સેવા આપી રહ્યાં છે જેનો ગર્ભવતી મહિલાઓ સહિત 500થી વધુ દર્દીઓ લાભ લઇ ચુક્યા છે.
આ પણ વાંચો ભારે વરસાદમાં ખડે પગે રહી, 108 એમ્બ્યુલન્સ સેવાએ 28 મહિલાઓની પ્રસૂતિ કરાવી
પહેલાં ફ્રી ઓટોરીક્ષા એમ્બ્યુલન્સ અને હવે ફ્રી કાર એમ્બ્યુલન્સઅતુલભાઇએ કહ્યું કે મારી પત્ની સાથે થયેલ ઘટનાનું પુનરાવર્તન અન્ય કોઈ વ્યક્તિ સાથે ન બને તેવી ભાવનાથી ફ્રી ઓટો રીક્ષા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી. ત્યારબાદ હવે ફ્રી કાર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે જેથી હું વધારે ઝડપથી દર્દીઓને હોસ્પિટલ પહોંચાડી શકું.
આ પણ વાંચો Gujarat 108 Ambulance Service : 1.35 કરોડથી વધુ લોકોએ 108ની સેવા મેળવી, કઇ કઇ સુવિધા છે જાણો
રાત્રિ દરમિયાન ફ્રી કાર એમ્બ્યુલન્સ ચલાવે છેરાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી સેવા રીક્ષાચાલક અતુલભાઇએ જણાવ્યું હતું કે રાત્રિ દરમિયાન ફ્રી કાર એમ્બ્યુલન્સ ચલાવે છે. રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી દર્દીઓની હોસ્પિટલ લઈ જવા માટે ફ્રી સેવા આપે છે. તેમની સેવાના કારણે અનેક લોકો સમયસર હોસ્પિટલ પહોંચાડી શક્યાં છે જેથી તેમના જીવ બચે છે તેનો આનંદ અતુલભાઈને થાય છે. અતુલભાઇના મોબાઈલ નંબર 7874677131 ઉપર કોલ કરીને રાત્રિ દરમિયાન હોસ્પિટલ પહોંચવા મદદ મેળવી શકાય છે. આજે અતુલભાઈ ઠક્કર સેવાભાવીના ઉદાહરણ તરીકે ઊભરી આવ્યા છે.
Free Ambulance Service in Vadodara ,Atul Thakkar Free Ambulance in Vadodara , Free Emergency Service in Vadodara , Atul Thakkar Free Ambulance Service at night , Rickshaw driver Atul Thakkar વડોદરામાં ફ્રી એમ્બ્યુલન્સ સેવા , વડોદરામાં અતુલ ઠક્કરની ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ , વડોદરામાં રાત્રિમાં ફ્રી એમ્બ્યુલન્સ સેવા , વડોદરામાં અતુલ ઠક્કરની નિશુલ્ક એમ્બ્યુલન્સ સેવા, રીક્ષાચાલક અતુલ ઠક્કર