- FRC કમિટી દ્વારા વડોદરાની ખાનગી શાળાઓ સામે લાલ આંખ
- ફી રેગ્યુલેશન કમિટીનો વાલીઓ તરફેણમાં નિર્ણય
- શાળા દ્વારા વધુ ઉઘરાવેલી રકમ વાલીઓને પરત કરવાનો હુકમ
વડોદરાઃ મહાનગરપાલિકામાં ફી વધારા અંગેે વ્યાપક ફરિયાદો ઉઠતા રાજ્ય સરકાર દ્વારા ફ્રી રેગ્યુલેશન કમિટીની રચના કરવામાં આવી હતી. ખાનગી શાળાઓ દ્વારા વસૂલવામાં આવતી મનમાની સામે લગામ લગાવવા માટે રેગ્યુલેશન કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટી દ્વારા તાજેતરમાં જ Global Discovery School અને સંત કબીર સ્કૂલ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને શાળાના વિદ્યાર્થીઓને 15 લાખ રુપિયા પરત કરવાનો હુકમ કર્યો છે.
ફી રેગ્યુલેશન કમિટીનો વાલીઓ તરફેણમાં નિર્ણય
એફઆરસી કમિટી દ્વારા તાજેતરમાં જ Global Discovery School અને સંત કબીર સ્કૂલ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં શાળામાં વિદ્યાર્થીઓને પદવી પ્રાપ્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. કમિટિના હુકમને પગલે બંને શાળાઓમાં 2079 વિદ્યાર્થીઓને ફી પેટે વધુ ભરેલા પૈસા પરત આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. રાજ્ય અને શહેરમાં ખાનગી શાળા દ્વારા દર વર્ષે બજારમાં આવતી હોય જે અંગે વ્યાપક ફરિયાદો ઉઠતા આ રાજ્ય સરકાર દ્વારા ફ્રી રેગ્યુલેશન કમિટીની રચના કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એફઆરસી દ્વારા વાલીઓ તરફેણમાં નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
શાળા દ્વારા વધુ ઉઘરાવેલી રકમ વાલીઓને પરત કરવાનો હુકમ
વડોદરા ઝોનની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા બે ત્રણ શાળા દ્વારા વસૂલવામાં આવતી ફી પરત આપવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો. તે જાણકારી આપતાં કમિટીના મેમ્બર કેવડીયાએ કહ્યું હતું કે, એક મહિના પહેલા Global Discovery School અને સંત કબીર સ્કૂલ દ્વારા નિયત કરવામાં આવેલી ઉપરાંત વધારે પૈસા વસુલ કરવામાં આવ્યા હોવાનો કેસ સામે આવ્યો હતો. ફ્રી રેગ્યુલેશન કમિટીએ Global Discovery School ના 516 વિદ્યાર્થીઓને 36.99 લાખ 4 ઇસ્ટોલમેન્ટમાં આપવાનો આદેશ કર્યો હતો. પહેલા ઇન્સ્ટોલમેન્ટમાં રોકડા રૂપિયા આપવાના અને ત્યારબાદ ત્રણ હપ્તા વિદ્યાર્થીઓને નવા વર્ષમાં ફીમાં એડજએસ્ટ કરવાનો હુકમ કર્યો છે. સંત કબીર સ્કૂલ ને 1,563 વિદ્યાર્થીઓને 26.2 લાખ ફી પેટે પરત કરવાનો હુકમ કર્યો છે. જેમાં પણ પહેલો હપ્તો રોકડ અને બીજા બે હપ્તા ફીમાં એડજેસ્ટ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.