ગુજરાત

gujarat

ETV Bharat / city

ઘર વસાવતા પહેલા ચેતી જજો, નહીં તો પડી જશે મોંઘું - ઘર દસ્તાવેજીકરણ પ્રક્રિયા

વડોદરાના બહુ ચર્ચિત ઠગ બિલ્ડર દર્પણ શાહની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે રૂપિયા ચૂકવવા છતાં દસ્તાવેજ ન કરી આપતા ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે શું હતો સમગ્ર મામલો જૂઓ વિગતવાર.. Fraud Builder in Vadodara, house documenting, Fraud Builder Darpan Shah

ઘર વસાવતા પહેલા ચેતી જજો, નહીં તો પડી જશે મોંઘું
ઘર વસાવતા પહેલા ચેતી જજો, નહીં તો પડી જશે મોંઘું

By

Published : Aug 25, 2022, 2:52 PM IST

વડોદરા બહુ ચર્ચિત બિલ્ડર દર્પણ શાહને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેતરપિંડીના કેસમાં અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર સુખધામ રેસીડેન્સી નામની સાઈટમાં મનીષ શાહ અને તેના ભાઈએ વર્ષ 2015માં 1.10 કરોડ ચૂકવી બે ડુપ્લેક્સ (house documentation procedure) બુક કરાવ્યા હતા. પરંતુ તેઓને માત્ર પઝેશન આપવામાં આવ્યું હતું અને દસ્તાવેજ કરવામાં આવ્યો ન હતો. આ અંગે બિલ્ડર દર્પણ શાહ પાસે રજૂઆત કરતા તેણે દસ્તાવેજ નહીં કરી આપી ધમકી આપી હતી. જેથી ગ્રાહકે આ અંગે પોલીસ ફરિયાદ કરતા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં (fraud builder complaints) આપવામાં આવી હતી.

વડોદરાના બહુ ચર્ચિત ઠગ બિલ્ડર દર્પણ શાહની અમદાવાદથી ધરપકડ

આ પણ વાંચોલક્ઝરી કારની ચોરી કરી પોતાના વિસ્તારમાં સેવા કરતો રોબિન હુડ પકડાયો

શું હતો મામલો વડોદરામાં વાઘોડિયા રોડ પર આવેલ ક્રિસ રિયાલિટીના સંચાલક અને અન્ય બિલ્ડરોએ ભેગા મળીને મકાન લેનાર પાસેથી નાણાં લઇને દસ્તાવેજ ન કરી આપવા બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ મુજબ ગુનો દાખલ (builder cheating cases) કરવામાં આવ્યો હતો. સાઇટના સંચાલક અને નાણાં ભેગા પણ તેઓ કરતા હતા. પોલીસ છેલ્લા એક મહિનાથી તેમની શોધખોળ કરી રહી હતી. બાદમાં દર્પણ શાહની ધરપકડ કરવામાં આવી હતી. વધુ પુછપરછ માટે આવતીકાલે રીમાન્ડની માંગણી કરવામાં આવશે. આ ઉપરાંત તપાસ દરમિયાન બિલ્ડર દ્વારા બીજા છ લોકો સાથે પણ આ જ રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી હતી. આરોપી દર્પણ શાહે ફરિયાદી સહિત સાત નાગરિકો સાથે રૂપિયા 3,30,23,000 જેટલી રકમ મેળવી છેતરપીંડી કરી હોવાની હકીકત સામે આવી હતી.

ઠગ બિલ્ડરની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી

આ પણ વાંચોહોસ્પિટલમાં મોબાઈલ ચોરી કરનાર સીસીટીવીમાં થયો કેદ

કેવી રીતે ધરપકડ કરવામાં આવી ઉલ્લેખનીય છે કે આરોપી દર્પણ શાહ ગુનાના કામે નાસતો-ફરતો હતો. આરોપી દર્પણ શાહને શોધી કાઢવા માટે હૈદરાબાદ, અમદાવાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, કવાંટ, હાલોલ, નસવાડી, પાવાગઢ વગેરે સ્થળો પર ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસ કરી હતી. પરંતુ આરોપી મળી આવ્યો ન હતો. આરોપી દર્પણ શાહની સતત હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતા અમદાવાદ-ગાંધીનગર હોવાની માહિતી મળી હતી. તે અંતર્ગત આરોપી દર્પણ શાહની અમદાવાદ RTO સર્કલ પાસેની મેટ્રો પોલ હોટેલ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. Fraud Builder in Vadodara, house documenting, Fraud Builder Darpan Shah, house documentation procedure, Crime Rate in Gujarat 2022

ABOUT THE AUTHOR

...view details