ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના પૂર્વ મેયરની પુત્રવધુ અમેરિકામાં કોરોનાં રસીના રિસર્ચ ટીમમાં સામેલ - અમેરિકામાં કોરોનાં રસી

વડોદરાના પૂર્વ મેયરના પુત્રવધુ અને અમદાવાદની યુવતી ખાનગી કંપનીમાં ચાલતી કોરોના વેક્સિનેશનના રિસર્ચમાં જોડાયા છે.અમેરિકામાં લોન્ગબીચ અને ટ્રસ્ટીગ ખાતે વિવિધ એજ ગ્રુપના લોકો પર હાલ કોરોનાનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે.

વડોદરાના પૂર્વ મેયરની પુત્રવધુ અમેરિકામાં કોરોનાં રસીના રિસર્ચ ટીમમાં સામેલ
વડોદરાના પૂર્વ મેયરની પુત્રવધુ અમેરિકામાં કોરોનાં રસીના રિસર્ચ ટીમમાં સામેલ

By

Published : Dec 22, 2020, 10:25 AM IST

વડોદરાના પૂર્વ મેયરના પુત્રવધુ અમેરિકામાં કોરોના વેક્સિનના રિસર્ચમાં જોડાયા

લોકો પર હાલ કોરોનાંનું ક્લિનિકલ ટેસ્ટિંગ ચાલુ

ઘણા લોકોને પેશિબો સુગર પિલ અને પાણી આપવામાં આવે

ખાનગી કંપનીમાં ચાલતી કોરોના વેક્સિનેશનના રિસર્ચમાં જોડાયા
વડોદરા : શહેરના પૂર્વ મેયરના પુત્રવધુ અને અમદાવાદની યુવતી ખાનગી કંપનીમાં ચાલતી કોરોના વેક્સિનેશનના રિસર્ચમાં જોડાયા છે.મૂળ અમદાવાદમાં રહેનાર ખ્યાતિને આ કામ કરવાની તક મળી છે.આ યુવતીનું પરિવાર મૂળ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં રહેતું હતું. તેમનો જન્મ વડોદરામાં થયો હતો.પરંતુ પિતાની નોકરીમાં બદલી થતા પરિવાર અમદાવાદના નારાયણપુરાના ઘરડાઘર પાસે આવેલા સમર્પણ ટાવર ખાતે શિફ્ટ થયું હતું. હાલ તેનું પરિવાર અમદાવાદ રહે છે અને પરિવારમાં ભાઈ અને ભાભી પણ મેડિકલની કામગીરી સાથે જોડાયેલા છે.
વડોદરાના પૂર્વ મેયરની પુત્રવધુ અમેરિકામાં કોરોનાં રસીના રિસર્ચ ટીમમાં સામેલ

ટ્રાયલ દરેક દર્દી પર અંદાજે બે વર્ષ સુધી ચાલશે હોવાનું અનુમાન

અમેરિકામાં લોન્ગબીચ અને ટ્રસ્ટીગ ખાતે વિવિધ એજ ગ્રુપના લોકો પર હાલ કોરોનાનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે.અનુમાન છે કે, આ ટ્રાયલ દરેક દર્દી પર અંદાજે બે વર્ષ સુધી ચાલશે.અમેરિકન તેમજ અહીં વસતા અન્ય દેશોના નાગરિકો પર રસીની કેવી અસર થઈ રહી છે. તે અંગે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. ખ્યાતિએ વધુમાં જણાવ્યું કે દર્દીને અમે રસી આપ્યા બાદ ઓછામાં ઓછો અડધો કલાક અમારે ત્યાં જ રાખીએ છીએ.જેથી રસીની કદાચ કોઈના પર આડઅસર થાય તો તરત તેમને સારવાર મળી શકે.પ્રથમવાર દર્દી આવે એ પછી તે દર્દીનું નામ કે સરનામું રસી આપનારને જણાવવામાં આવતું નથી. એક આઇડી જનરેટ થાય છે અને એ આઈડી જ એ દર્દીની ઓળખ બનતી હોય છે.

પ્રથમવાર દર્દી આવે તે બાદ દર્દીનું નામ કે સરનામું રસી આપનારને જણાવવામાં આવતું નથી

ખ્યાતિએ જણાવ્યું કે રસી સામાન્ય રીતે વ્યક્તિને આડઅસરમાં દર્દન માથું દુઃખવું , તાવ આવવો અથવા અત્યંત ગંભીર પરિસ્થિતિમાં તેનું નિધન થવું એવી આડઅસર થતી હોય છે. અમારી ચાલી રહેલી કિલનિકલ ટ્રાયલમાં તમામને રસી આપવામાં આવતી નથી.અહીં આવતા ઘણા લોકોને પેશિબો સુગર પિલ અને પાણી આપવામાં આવે છે. એટલે કે આ લોકોને એક વાઈટ કલરની રસી આપવામાં આવતી હોય છે.જેમાં સામાન્ય દવા હોય છે.કોરોના રસીમાં અપાતી દવાનો ડોઝ હોતો નથી.પરંતુ કયા દર્દીને રસી અપાઇ અને કોને પેશિબો અપાયું તે બાબતની જાણ માત્ર સ્ટડી સ્પોન્સર્સ અને ફાર્માસિસ્ટને જ ખબર હોય છે. દર્દીને પણ તેની જાણ કરવામાં આવતી નથી.તેણે એમ પણ જણાવ્યું કે 2 વર્ષની ટ્રાયલ દરમિયાન દર્દીએ ચોક્કસ સમયગાળા અંતે અમારે ત્યાં આવવું પડતું હોય છે પરંતુ દર વખતે તેને રસી આપવામાં આવતી નથી.

ABOUT THE AUTHOR

...view details