વડોદરા : જો તમે સામાજિક સેવાના ક્ષેત્રમાં આગળ વધી કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો તમારે દેશના બીજા રાજ્ય કે વિદેશમાં ટોપની કોલેજ શોધવાની જરૂર નથી. કારણે કે, ગુજરાતના વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક તેના ક્ષેત્રની દેશની ચોથા નંબરની (Vadodara MS University BSMW Course) સૌથી શ્રેષ્ઠ કોલેજ છે. તેમાં એડમિશન શરૂ થયા છે. આ ફેકલ્ટીની ખાસિયત એ છે કે તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેમ્પસ માંથી જ 90 થી 100 ટકા પ્લેસમેન્ટ મળી જાય છે. તેમજ અભ્યાસ માટે AC સ્માર્ટ ક્લાસરૂમ છે.
અભ્યાસ સાથે ફિલ્ડવર્ક -વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાપિત એમ.એસ.યુનિવર્સિટી તેના અંગ્રેજી માધ્યમમાં અપાતા શિક્ષણની સાથે તેની ફેકલ્ટીઓમાં અપાતા સારા શિક્ષણને કારણે દેશ અને વિદેશના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આકર્ષિત કરે છે. ત્યારે આ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક એવી ફેકલ્ટી છે, જ્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોલેજની સાથે ફિલ્ડ વર્કનો એટલો સારો અભ્યાસ મળી રહે છે કે તેમને અભ્યાસ બાદ નોકરી કે વ્યવસાય શોધવામાં મુશ્કેલીઓ નથી આવતી. આ ફેકલ્ટીમાં ગત વર્ષથી ધોરણ 12 પાસ બાદ પાંચ વર્ષનો BMSWનો પાંચ વર્ષનો (BSMW Course) કોર્સ શરૂ કરાયો છે. જેની નવી બેચના એડમિશન આ વર્ષે પણ શરૂ થઈ ગયા છે. આ કોર્સની મુખ્ય ખાસિયત તો એ છે કે તમે આ કોર્સમાં પ્રવેશ લીધા બાદ એક વર્ષ, બે વર્ષ કે ત્રણ વર્ષ પછી પણ એક્ઝિટ કરી દો એટલે કે અભ્યાસ છોડી દો પણ તમને ડિપ્લોમા કે ડિગ્રીનીનું સર્ટિફિકેટ મળે છે.
BSMW કોર્સ માટે લાયકાત અને ફી(BSMW Course in Gujarat)
- ધોરણ 12માં અંગ્રેજી વિષય સાથે 45 ટકા સાથે પાસ
- જો SC-ST ઉમેદવાર હોય તો 40 ટકા સાથે પાસ
- ઓનલાઇન એપ્લાય કરવાની અંતિમ તારીખ 18 જૂન 2022
- કુલ 80 બેઠકો
- પાંચ વર્ષનો કોર્સ
- કોર્સની ફી 60 હજાર પ્રતિ વર્ષ
- હોસ્ટેલની પણ સુવિધા
- પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ
- વિદેશી વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવી શકે
BSMWની એન્ટ્રન્સ એક્ઝામમાં શું પુછાશે (BSMW Exam)
- 100 માર્ક્સની એક્ઝામ
- રજીસ્ટ્રેશન ફી 600 રૂપિયા
- જનરલ અવેરનેસ: સંસ્કૃતિ, રાજકારણ, ઈતિહાસ, ભૂગોળ, પર્યાવરણ
- અંગ્રેજી ભાષાના વ્યાકરણ અંગેના સવાલ
- લોજીકલ રીઝનીંગ
- 100 માર્ક્સની પરીક્ષામાં સરખા માર્ક્સની સ્થિતિમાં ધોરણ 12 ના માર્ક્સ જોવાશે
આ પણ વાંચો :Russia-Ukraine war : યુક્રેનથી અધવચ્ચે મેડિકલ અભ્યાસ છોડીને આવેલા વિદ્યાર્થીઓ સારા સમાચાર, લઇ લો લાભ