ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં છાણિયા ખાતરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી, 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત - છાણિયા ખાતર

ટાટા 407 ટેમ્પોમાં છાણિયા ખાતરની આડમાં છુપાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના એક ઈસમને PCBએ 7 લાખથી વધુનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની તપાસ આરંભી હતી.

Foreign liquor trafficking in Vadodara under the guise of dung manure
છાણિયા ખાતરની આડમાં વિદેશી શરાબની હેરાફેરી

By

Published : Jan 27, 2020, 11:44 PM IST

વડોદરાઃ શહેર પીસીબી પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. આ પેટ્રોલિંગ સમય દરમિયાન ખાનગી રાહે, બાતમી મળી હતી કે, એક 407 સફેદ કલરના ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી છાણી જુના ટોલ પ્લાઝા રોડ અમદાવાદથી વડોદરા તરફ રામા કાકાની ડેરી થઈ આદિત્ય વિલા કોમ્પ્લેક્ષ, SBI બેંક રામાકાકા રોડ થઈ પસાર થવાની છે.

છાણિયા ખાતરની આડમાં વિદેશી શરાબની હેરાફેરી

આ ચોક્કસ માહિતીને આધારે PCB પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી વાળો ટેમ્પો આવતા તેને અટકાવી પોલીસે તપાસ કરી, ત્યારે રાજસ્થાનના રાજુરામ હરિરામ સવ(બીસનોઈ) નામના ઈસમને ઝડપી લીધો હતો.

ટેમ્પોમાં પોલીસે તપાસ કરતા છાણીયા ખાતરની બેગ પાછળથી વિદેશી શરાબની 84 પેટી જેમાં 750 મિલીની 1008 નંગ બોટલો મળી આવી હતી. જે બનાવ અંગે PCBએ રાજેસ્થાનના રાજુરામ બીસનોઈની અટકાયત કરી હતી. જ્યારે શરાબનો જથ્થો, ટાટા ટેમ્પો, મોબાઈલ મળી 7,53,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ શરાબનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને કોને સોંપાવનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી હતી.

ABOUT THE AUTHOR

...view details