ગુજરાત

gujarat

ETV Bharat / city

વિદેશી હેકરોએ વડોદરાની એક કંપની સાથે 1.94 કરોડ રૂપિયાની કરી છેતરપીંડી - ગુજરાત ન્યૂઝ

વડોદરા નજીક આવેલી એક કંપનીના પ્રોડક્ટનું રો મટીરીયલ શીપ મારફતે મોકલવા માટેનું બોગસ ઇનવોઇઝ બનાવીને હેકરો દ્વારા કંપનીને રૂપિયા 1.94 કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી. કંપનીના એડીશનલ જનરલ મેનેજરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા તપાસ શરૂ કરવામાં આવી હતી. વડોદરા સાયબર ક્રાઇમની ટીમે કંપનીના પડાવી લીધેલા નાણાં જર્મનીની બેન્કમાં પરત અપાવ્યા હતા.

Cyber Crime News
Cyber Crime News

By

Published : May 25, 2021, 11:02 PM IST

  • વડોદરામાં સાયબર ક્રાઈમની ઘટના સામે આવી
  • પોલીસે જર્મનીની બેન્કમાં જમા કરાયેલા નાણાં પરત અપાવી અત્યંત સરાહનીય કામગીરી કરી
  • વડોદરામાં આવેલી કંપનીના મેનેજમેન્ટને સાયબર માફિયાનો વરવો અનુભવ થયો

વડોદરા : આપણે ઇન્ટરનેટના યુગમાં જીવી રહ્યા છીએ. ઇન્ટરનેટનો ઉપયોગ લોકો પોત પોતાના સ્વાર્થ ખાતર કરતા હોય છે. કોઇ ઇન્ટરનેટ પરથી માહિતી મેળવીને પોતાના નોલેજમાં વધારો કરી સકારાત્મક ઉપયોગ કરે છે. તો કોઇ ઇન્ટરનેટ પર છેતરપિંડી કરીને પોતાની પૈસા કમાવવાની લાલચને પોષે છે. વડોદરામાં આવેલી કંપનીના મેનેજમેન્ટને સાયબર માફિયાનો વરવો અનુભવ થયો હતો. જોકે ફરિયાદ બાદ એક્શનમાં આવેલી પોલીસે જર્મનીની બેન્કમાં જમા કરાયેલા નાણાં પરત અપાવી અત્યંત સરાહનીય કામગીરી કરી હતી.

આ પણ વાંચો : વડોદરાની કૌભાંડી ધીરજ હોસ્પિટલમાંથી ડમી દર્દીઓનું લિસ્ટ મળી આવ્યું

શીપ મોકલવાની કામગીરી ખાનગી કંપની દ્વારા કરવામાં આવે છે

વડોદરાની એક કંપનીના એડીશનલ જનરલ મેનેજર રામ પ્રેમચંદ ગીઆને સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની કંપની કોસ્ટીક સોડાનું ઉત્પાદન કરે છે અને તે માટેનું રો મટીરીયલ કંપનીને શીપ મારફતે વિશાખાપટ્ટનમ પોર્ટ પર મોકલવામાં આવે છે. શીપ મોકલવાની કામગીરી ખાનગી કંપની દ્વારા કરવામાં આવે છે. બન્ને કંપનીઓ વચ્ચે ઈ–મેઈલ મારફતે વ્યવહાર કરવામાં આવતો હતો. આ દરમિયાન 25 માર્ચ દ્વારા ઇન્ટરનેશનલ ઓગ્રેનાઇઝ્ડ ક્રાઇમ સર્કના હેરકો દ્વારા કંપનીઓ વચ્ચે ચાલતા ઈ–મેઈલના વ્યવહારોને મોનીટર કરી એક ઓર્ડરનું ઇનવોઇઝ બદલી નાંખ્યું હતું. જે બદલી નાંખવામાં આવેલા ઇનવોઇઝમાં પ્રમાણે કંપનીએ ટાર્ગો બેન્ક, જર્મનીમાં 2.56 લાખ ડોલર ટ્રાન્સફર કર્યા હતા. જોકે હેકરો દ્વારા પૈસા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી થયાની વાત ધ્યાને આવતા કંપની દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને જર્મનીની લીગલ ઓથોરીટી અને જર્મન પોલીસની મદદથી ફંડ રીકવર કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.

આ પણ વાંચો : તરસાલી બાયપાસ પાસેથી ઝડપાયેલા બાયોડિઝલ કૌભાંડના 2 આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

કંપનીના રૂપિયા 1.94 કરોડ પરત અપાવવામાં સફળતા મળી

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસની ટીમ, જર્મની ટાર્ગો બેન્કની ટીમ તથા જર્મન પોલીસ અને SBI બેંક દ્વારા સંકલન સાધીને કામગીરી કરવામાં આવી હતી. તમામ પ્રયત્નોના ફળ સ્વરૂપે કંપનીના રૂપિયા 1.94 કરોડ પરત અપાવવામાં સફળતા મળી હતી. હાલ મસમોટા સાયબર ક્રાઇમમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે ટેકનીકલ તપાસ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details