ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં પ્રથમવાર વાડી જહાંગીરપુરા મસ્જિદમાં કોવિડ સેન્ટર શરૂ કરાયું, 27 પોઝિટિવ દર્દીઓ દાખલ કરાયા - Corona infected in Covid Center

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસના કહેરને લઈ હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ જતા વહીવટી તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં વિવિધ જગ્યાએ કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે શહેરના વાડી જહાંગીરપુરા મસ્જિદ ખાતે પણ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.

વાડી જહાંગીરપુરા મસ્જિદમાં કોવિડ સેન્ટર શરૂ કરાયું
વાડી જહાંગીરપુરા મસ્જિદમાં કોવિડ સેન્ટર શરૂ કરાયું

By

Published : Apr 19, 2021, 5:09 PM IST

Updated : Apr 19, 2021, 6:16 PM IST

  • વડોદરામાં કોરોના સંક્રમિતોનો આંક 472 પર પહોંચ્યો
  • વિવિધ જગ્યાએ કોવિડ સેન્ટર ઉભા કરવાની કામગીરી યથાવત
  • વાડી જહાંગીરપુરા ખાતે પ્રથમ વખત મસ્જિદમાં કોવિડ સેન્ટર ઉભું કરાયું
  • મસ્જિદમાં 50 બેડની સુવિધા જેમાં 20 ઓક્સિજન અને 30 નોર્મલ બેડનો સમાવેશ

વડોદરાઃ નોવેલ કોરોના વાઇરસે વધુ એક વખત માથું ઊંચક્યું છે. સમગ્ર રાજ્ય સહિત વડોદરાને કોરોનાએ અજગરી ભરડામાં લીધું છે. દિવસેને દિવસે કોરોના સંક્રમિત દર્દીઓનો આંક વધવા માંડ્યો છે. જેથી શહેરની તમામ હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ જતા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ કોવિડ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે શહેરની વાડી જહાંગીરપુરા મસ્જિદ ખાતે બરોડા હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશન સંચાલિત 50 બેડની સુવિધા સાથેનું કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં 20 ઓક્સિજન બેડ અને 30 નોર્મલ બેડનો સમાવેશ કરાયો છે. હાલ તેમાં 27 પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

વાડી જહાંગીરપુરા મસ્જિદમાં કોવિડ સેન્ટર શરૂ કરાયું

આ પણ વાંચોઃવધતા કોરોના કેસને લઇને હોસ્પિટલો હાઉસ ફૂલ, લાલબાગ અતિથિગૃહ ખાતે પ્રથમ કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું

છેલ્લા ત્રણ દિવસમાં 27 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા

વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. ત્યારે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ આગળ આવી છે અને તેમના પરિસરમાં કોવિડની સારવાર શરૂ કરી છે. શહેરના વાડી જહાંગીરપુરા મસ્જિદ ખાતે બરોડા હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા 50 બેડની સુવિધા ધરાવતું કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત તબીબોની ટીમ ખડેપગે દર્દીઓની સારવારમાં જોતરાઈ ગઈ છે. અહીં 50 બેડની સુવિધામાં 20 બેડ ઓક્સિજનના અને 30 બેડ નોર્મલ છે.

વાડી જહાંગીરપુરા મસ્જિદમાં કોવિડ સેન્ટર શરૂ કરાયું,

આ પણ વાંચોઃસૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 150 બેડનું કોવિડ સેન્ટર ઉભું કરાયું

કોરોના સંક્રમિત દર્દીઓનો આંક 450ને પાર પહોંચ્યો

વાડી જહાંગીરપુરા મસ્જિદમાં 27 પોઝિટિવ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. અહીં 8 તબીબો અને 27 કર્મચારીઓ કામ કરી રહ્યા છે, સાથે ઓક્સિજન સહિત બાયપેક મશીનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. અત્રે નોંધનિય છે કે, વડોદરા શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓનો આંક 450ને પાર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે.

Last Updated : Apr 19, 2021, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details