ગુજરાત

gujarat

ETV Bharat / city

ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપવા વડોદરામાં યોજાશે Football League, 8 ફ્રેન્ચાઈઝીએ 140 ખેલાડીઓની કરી પસંદગી - ખેલાડીઓનું ઓક્શન

વડોદરા શહેરમાં IPLની મેચની જેમ હવે ફૂટબોલ લીગનું (Baroda Football League) પણ આયોજન કરવામાં આવશે. ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપવા અને બાળકોનું ફૂટબોલ પ્રત્યે આકર્ષણ વધે તે હેતુથી બરોડા ફૂટબોલ લીગનું આયોજન કરવામાં આવશે. આ વખતે 8 ફ્રેન્ચાઈઝીએ ઓક્શનમાં 140 ખેલાડીઓની પસંદગી કરી છે.

ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપવા વડોદરામાં યોજાશે Football League, 8 ફ્રેન્ચાઈઝીએ 140 ખેલાડીઓની કરી પસંદગી
ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપવા વડોદરામાં યોજાશે Football League, 8 ફ્રેન્ચાઈઝીએ 140 ખેલાડીઓની કરી પસંદગી

By

Published : Oct 4, 2021, 3:26 PM IST

  • વડોદરામાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન મળે તે માટે ફૂટબોલ લીગનું (Football League) કરાશે આયોજન
  • વડોદરા સહિત રાજ્યમાં ફૂટબોલની રમતને લોકપ્રિય બનાવવા શહેરના કેટલાક યુવાનોનો અથાગ પ્રયત્ન
  • વડોદરામાં પણ IPLની જેમ બરોડા ફૂટબોલ લીગ (BFL)ની મેચો રમાડવાનું આયોજન કરવામાં આવ્યું
  • વડોદરામાં પ્રથમ વખત બરોડા ફૂટબોલ એકેડમીએ યોજી ફૂટબોલ પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટ (BPLT)

વડોદરાઃ શહેરમાં દરેક રમતો રમાડવામાં આવે છે, પરંતુ ફૂટબોલની રમતને જરૂરી પ્રોત્સાહન મળ્યું નથી. ત્યારે વડોદરા સહિત રાજ્યમાં ફૂટબોલની રમતને લોકપ્રિય બનાવવા શહેરના કેટલાક યુવાનોએ અથાગ પ્રયત્નો શરૂ કર્યા છે . વડોદરામાં પણ IPLની જેમ બરોડા ફૂટબોલ લીગ (Baroda Football League)ની મેચો રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં પ્રથમ વખત બરોડા ફૂટબોલ એકેડમીએ આ લીગ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે.

આ પણ વાંચો-વડોદરા : BCAના ક્રિકેટ સ્ટેડિયમનું કિરણ મોરે ટી-20 પ્રિમિયર લીગથી ઉદ્દઘાટન કરાયું

રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં 1,000 જેટલા ખેલાડીઓ આવ્યા હતા

બરોડા ફૂટબોલ એકેડમીની (Baroda Football Academy) ટૂર્નામેન્ટના આયોજન કે જે રીતે ક્રિકેટમાં IPLમાં ફ્રેન્ચાઇઝી બનાવવામાં આવે છે અને ખેલાડીઓના ખરીદ-વેચાણ કરવામાં આવે છે અને ફ્રેન્ચાઈઝી વચ્ચે IPLની મેચ રમાડવામાં આવે છે. તે જ રીતે ફૂટબોલ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ફ્રેન્ચાઈઝી માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં જ સમગ્ર દેશભરમાંથી 1,000 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. 1,000 ખેલાડીઓમાંથી નિષ્ણાતોએ કુલ 140 ખેલાડીઓની પસંદગી કરી છે.

આ પણ વાંચો-IPL 2022માં વધુ 2 ટીમ નવી જોડાશે, 25 ઓક્ટોબરે થશે નિર્ણય

ફૂટબોલની મેચ ભાયલીમાં રમાડાશે

આ 140 ખેલાડીઓમાંથી કુલ 8 ફ્રેન્ચાઇઝ બનાવવામાં આવી છે. ટૂર્નામેન્ટના આયોજન પ્રમાણે દર અઠવાડિયાના છેલ્લા 2 દિવસ શનિવાર અને રવિવારે મેચોનું આયોજન કરવામાં આવશે. આ મેચો રમવા 8 ફ્રેન્ચાઇઝી બનાવવામાં આવી છે. તેમાં તક્ષ ગૃપ, શીલ ફોર લાઈફ ઈન્ડસ્ટ્રીઝ, હિરૂ ગૃપ, સમૃદ્ધિ ગૃપ, પરર્ફોમન્સ અને ફાર્માસ્યુટિકલ કંપની, પારૂલ યુનિવર્સિટી, સ્ટેરી પૂલ, નિલાંબર અને ડીસી ગૃપનો સમાવેશ થાય છે. લીગ પહેલાં ખેલાડીઓનું ઓક્શન (Auction of players) કરવામાં આવ્યું હતું. જોકે, આ ફૂટબોલની મેચ ભાયલીમાં રમાડવામાં આવશે. વડોદરામાં ફૂટબોલની મેચ માટે પ્રથમ વખત આવી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ પણ નવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા આવશે.

ABOUT THE AUTHOR

...view details