- આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ, દુકાનો ખાતે ચેકિંગ હાથ ધરાયુ
- 180 નમૂના લઈ તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલ્યા
- ફૂડ વેન્ડીંગ એસ્ટાબ્લીશમેન્ટ અંતર્ગત આકસ્મિત ચેકિંગ હાથ ધર્યું
વડોદરા : પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા કોવિડ–19ની ગાઈડલાઈનનું પાલન કરાવવા સાથે ઈટ રાઈટ ચેલેંજ પ્રોગ્રામના અંતર્ગત ખાદ્યપદાર્થના નમૂના લીધા હતા. જેમાં આઈસ્કીમ સહિત કુલ 180 નમૂના લઈ તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
ફૂડ વેન્ડીંગ એસ્ટાબ્લિશમેન્ટ અંતર્ગત આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું
પાલિકાના કમિશ્નર સ્વરૂપ પી.ની સૂચના હેઠળ ખોરાક શાખાના અધિક આરોગ્ય અમલદાર ડૉ. મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાની ટીમે શહેરની હોટલ, રેસ્ટોરન્ટ, મિઠાઈ, ફરસાણની દુકાનો તેમજ ચા-નાસ્તાની લારીઓ ફૂડ વેન્ડીંગ એસ્ટાબ્લિશમેન્ટ અંતર્ગત આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું.
આ પણ વાંચો : કંગનાનું નવું સોપાન: મનાલીમાં શરૂ કરશે કેફે અને રેસ્ટોરન્ટ