ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે FM રેડિયો સ્ટશન શરૂ કરાયું - Radio Station in Open Air Theater

વડોદરા સેન્ટ્રલ જેલ કલ્યાણ અને સુધારણાના ઉજ્જવળ આયામોમાં વધુ એક યશસ્વી પ્રકરણ આજથી ઉમેરાશે. તેની સાથે રાજ્યની ચોથી જેલ કેદીઓના માનસ પરિવર્તન અને મનોરંજન માટે પોતીકા FM રેડિયોના યુગમાં પ્રવેશ કરશે.

વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે FM રેડિયો સ્ટશન શરૂ કરાયું
વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે FM રેડિયો સ્ટશન શરૂ કરાયું

By

Published : Mar 3, 2021, 10:50 PM IST

  • FM રેડિયો કેદીઓને તેમના સર્જનાત્મક કૌશલ્યોની પ્રસ્તુતિનો મંચ આપશે
  • સાબરમતી જેલમાં રાજ્યનું પ્રથમ FM રેડિયો સ્ટેશન શરૂ થયું હતું
  • FM રેડિયો સ્ટેશનનું પ્રસારણ જેલની ચાર દીવાલો વચ્ચે જ સાંભળી શકાશે

વડોદરાઃ સેન્ટ્રલ જેલ કલ્યાણ અને સુધારણાના ઉજ્જવળ આયામોમાં વધુ એક યશસ્વી પ્રકરણ આજથી ઉમેરાશે. તેની સાથે રાજ્યની ચોથી જેલ કેદીઓના માનસ પરિવર્તન અને મનોરંજન માટે પોતીકા FM રેડિયોના યુગમાં પ્રવેશ કરશે. રચનાત્મકતાનું સિંચન કરતી સર્જનાત્મકતા કેદીઓના જીવન પરિવર્તનનું સશક્ત માધ્યમ બની શકે એવી લાગણી વ્યક્ત કરતા જેલ અધિક્ષક બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જેલના મહા નિર્દેશક-ડી.જી.ના આદેશથી વડોદરા જેલમાં FM રેડિયો સ્ટેશન ચાલુ કરવામાં આવ્યુ છે. અને તેના માટે જરૂરી સ્ટુડિયો સહિતની તમામ સુવિધાઓ જેલની ચાર દીવાલો વચ્ચે ઉભી કરવામાં આવી છે. તેના પર થતાં કાર્યક્રમોનું પ્રસારણ પણ જેલની ચાર દીવાલો વચ્ચે જ સાંભળી શકાશે.

વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે FM રેડિયો સ્ટશન શરૂ કરાયું

સાબરમતી જેલ, તેમજ સુરત અને રાજકોટની જેલમાં પણ છે FM રેડિયો સ્ટેશન

ગયા વર્ષની ગાંધી જયંતિ એટલે કે બીજી ઓકટોબર, 2020ના રોજ રાજ્યની જેલના ઇતિહાસમાં કેદીઓ માટેની સુવિધાઓનો એક નવો કથાનક લખાયો એવી લાગણી વ્યક્ત કરતાં કેદી કલ્યાણ અધિકારી મહેશ રાઠોડે જણાવ્યું હતું કે, એ દિવસે સાબરમતી જેલમાં રાજ્યનું પ્રથમ FM રેડીયો સ્ટેશન શરૂ થયું, તે પછી સુરત અને રાજકોટ જેલમાં જ્યારે હવે વડોદરા જેલમાં તેનો ગુંજારવ શરૂ થશે, જે કેદીઓને મનોભાવો અને લાગણીઓ વ્યક્ત કરવાની જરૂરી મોકળાશ આપશે. આ બધું કોરોના કાળમાં થયું. એટલે નકારાત્મક સમયની આ એક સકારાત્મક ભેટ છે એવુ કહી શકાય.

કેદીઓ પ્રસારણ સાંભળી શકે તેના માટે 58 સ્પિકર્સ લગાવવામાં આવ્યાં

આ રેડિયો સ્ટેશન માટે વડોદરા જેલના ખુલ્લા મંચ જેવા ઓપન એર થિયેટર ખાતે મોનીટર, કોમ્પ્યુટર સહિત FM માટે જરૂરી તમામ ઉપકરણો સાથે રેડિયો સ્ટેશન ઉભુ કરવામાં આવ્યું છે. રેડિયો જોકી ઉપયોગમાં લે તેવા માઇક્રોફોન વસાવવામાં આવ્યાં છે. બેરેકોમાં તેમજ જેલ ઉદ્યોગોના સ્થળે કેદીઓ તેનું પ્રસારણ સાંભળી શકે તેના માટે 58 જેટલા સ્પિકર્સ લગાવવામાં આવ્યાં છે.

FM રેડિયો કેદીઓને તેમના સર્જનાત્મક કૌશલ્યોની પ્રસ્તુતિનો મંચ આપશે

જેલ સત્તાવાળાઓની દેખરેખ હેઠળ કેદીઓ માટે અને કેદીઓ દ્વારા સંચાલિત આ FM રેડિયો કેદીઓને તેમના સર્જનાત્મક કૌશલ્યોની પ્રસ્તુતિનો મંચ આપશે. તેઓ પોતાના વિચારો, લાગણીઓ, કવિતાઓ, વાર્તાઓ, શાયરી, પુસ્તક વિવેચન, આ રેડિયો સ્ટેશનમાંથી પ્રસારિત કરી શકશે. આ ઉપરાંત મહાનુભાવોના પ્રેરક પ્રવચનો ઇત્યાદિનું પણ પ્રસારણ થઈ શકશે. તેની સાથે પબ્લિક એડ્રેસ સિસ્ટમ એટલે કે, જાહેર પ્રસારણ વ્યવસ્થા જોડવામાં આવી છે, જેની મદદથી કેદી ભાઈઓ માટેની સાર્વત્રિક સૂચનાઓનું પણ પ્રસારણ થઈ શકશે. કેદી કલ્યાણ માટે ગુજરાતનું જેલ પ્રશાસન અગ્રેસર કેદી કલ્યાણની પ્રયોગશીલતામાં ગુજરાતનું જેલ પ્રશાસન હંમેશા અગ્રેસર રહ્યું છે. કેદી બંધુઓને રેડિયો જોકી બનીને રેડીઓ સ્ટેશન ચલાવવાની સુવિધા આપતી આ પહેલ વધુ એક અભિનવ પ્રયોગ છે. કદાચ ભવિષ્યમાં જેલવાસ પૂરો કરીને બહારની પ્રસારણની દુનિયામાં અહીંનો કોઈ પૂર્વ કેદી સફળ RJ બને તો નવાઈ પામવા જેવું નહીં ગણાય.

વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે FM રેડિયો સ્ટશન શરૂ કરાયું

ABOUT THE AUTHOR

...view details