ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં ભારે વરસાદ પડતા ખંડેરાવ માર્કેટમાં પતરાનો શેડ તૂટી પડ્યો - Vadodara news

વડોદરા શહેરમાં બપોર બાદ ભારે પવન સાથે પડેલા વરસાદના પગલે ખાના ખરાબી સર્જાઈ હતી. ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી ફૂલ બજારમાં પતરાનો શેડ તૂટી પડ્યો હતો. જેથી પતરાના શેડ નીચે કામ કરતાં લોકોમાં ભારે નાસભાગ સર્જાઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. જેથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

Khanderao Market in Vadodara
વડોદરામાં ભારે વરસાદ પડતા ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી ફૂલ બજારમાં પતરાનો શેડ તૂટી પડ્યો

By

Published : Aug 21, 2020, 2:17 PM IST

વડોદરા: શહેરના ખંડેરાવ માર્કેટ પાછળ ફૂલ બજાર આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં વેપારીઓ ફૂલોનો વેપાર કરે છે. તેઓની બેઠક વાળી જગ્યાએ તંત્ર દ્વારા પતરાનો શેડ ઉભો કરવામાં આવ્યો હતો. આ સ્થળ કેટલાંક દિવસોથી જોખમી લાગતા વેપારીઓ દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

વડોદરામાં ભારે વરસાદ પડતા ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી ફૂલ બજારમાં પતરાનો શેડ તૂટી પડ્યો

જોકે, વહેલી તકે આ અંગે નિર્ણય નહીં લેવાતા ભારે વરસાદમાં અચાનક પતરાનો શેડ ધરાશાઈ થતાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતાં. જે જગ્યા પર પતરાનો શેડ ધરાશાઈ થયો હતો. ત્યાં સાત જેટલા વેપારીઓ વેપાર કરી રહ્યા હતા અને અચાનક પતરાનો શેડ ધરાશાઈ થતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. સદનસીબે કોઇ વ્યક્તિને જાનહાનિ ન થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. વેપારીઓની રજૂઆત બાદ પણ સમયસર સમારકામ હાથ ન ધરવામાં આવતા આ દુર્ઘટના ઘટી હતી.

ABOUT THE AUTHOR

...view details