ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા એરપોર્ટ ઉપર ફ્લાઇટ શિડ્યુલ વધશે - ahmedabad airport maintenance

વડોદરા એરપોર્ટના સત્તાધીશો દ્વારા જાણવા મળ્યા મુજબ આગામી 20થી 30 એપ્રિલ સુધી અમદાવાદ એરપોર્ટના રન-વે સમારકામને લીધે બંધ રાખવામાં આવશે. જેને પગલે ડોમેસ્ટિક ફ્લાઈટનું તમામ સંચાલન વડોદરાથી થશે. વડોદરાથી ખાનગી એરલાઈન્સની અંદાજે 10 જેટલી ફ્લાઇટ રોજ આવ-જા કરશે.

વડોદરા
વડોદરા

By

Published : Apr 13, 2021, 7:55 PM IST

  • અમદાવાદ એરપોર્ટના રન-વે બંધ થવાને કારણે વડોદરા એરપોર્ટ પર વધ્યું શિડ્યુલ
  • 20 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી અમદાવાદમાં મેઇન્ટેનન્સ ચાલશે
  • વડોદરાથી 10 જેટલી ફ્લાઇટનું સંચાલન

વડોદરા: અમદાવાદ એરપોર્ટના રન-વે બંધ થવાને કારણે 10 દિવસ વડોદરા એરપોર્ટ ઉપર ફ્લાઇટનું શિડ્યુલ વધશે. વડોદરા એરપોર્ટના સત્તાધીશો દ્વારા જાણવા મળ્યા મુજબ આગામી 20થી 30 એપ્રિલ સુધી અમદાવાદ એરપોર્ટના રન-વે સમારકામને લીધે બંધ રહેશે, જેને પગલે ડોમેસ્ટિક ફ્લાઈટનું સંચાલન વડોદરાથી થશે. વડોદરાથી ખાનગી એરલાઈન્સની અંદાજે 10 જેટલી ફ્લાઇટ રોજ આવ-જા કરશે.

500 જેટલા મુસાફરો મળશે

સત્તાધીશો મુજબ આ ફ્લાઇટમાં રોજના 50 મુસાફરો આવશે તો પણ 500 જેટલા મુસાફરો વડોદરાને રોજ મળશે, જેથી અન્ય આવકમાં વધારો થશે. ફ્લાઇટના લેન્ડિંગ ટેક ઓફ ચાર્જ અને ફ્યુઅલની આવક પણ વડોદરા એરપોર્ટને મળશે. જો કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ રાત્રે કાર્યરત થતી હોવાથી અમદાવાદથી ઉપડશે, એરલાઇન્સ દ્વારા અમદાવાદથી ઉપાડતી ફલાઈટ વડોદરાથી કાર્યરત કરાતી હોય છે. જેમણે અગાઉ બુકિંગ કરાવ્યું હોય તેમને રિફંડ અથવા ઓલ્ટરનેટ તરીકે વડોદરા ડેસ્ટિનેશનથી મુસાફરી કરવા જણાવાય છે.

આ પણ વાંચો: વડોદરાના મેયર કેયુર રોકડિયાએ સીએમ રૂપાણીની કોન્ફરન્સ અંગે પત્રકારોને માહિતગાર કર્યા

ABOUT THE AUTHOR

...view details