વડોદરા SOG પોલીસે બાતમીના આધારે 2 દિવસ અગાઉ વારસીયા વિસ્તારમાંથી નકલી નોટ સાથે અભિષેક અને સુમિત નામના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓએ કુલદિપ નામના વ્યક્તિ પાસેથી નોટોની અડધા ભાવે ખરીદી કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપી કુલદિપને મોબાઇલ લોકેશનના આધારે સુરતના વરછાં વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, આરોપી હીરા ઉદ્યોગમાં હીરા ધસવાનું કાર્ય કરતા હતા. જેમાં મંદી આવતા આરોપીઓ યુ-ટ્યુબના માધ્યમથી નકલી નોટ પ્રિન્ટ કરવાનું શીખ્યાં હતા. આમ, ઈ-સેવાનો દૂરપયોગ કરીને આરોપીઓ નકલી નોટ છાપી વિવિધ શહેરમાં અડધી કિંમતે વેચતાં હતા. ઘટનાની જાણ વડોદરા SOG થતાં 48 કલાકમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.