- અમદાવાદથી વડોદરા નેશનલ હાઇવે નંબર 48ને ફર્સ્ટ રેન્કિંગ અપાયું
- 39 પેરામીટરમાંથી ત્રણ અલગ-અલગ પેરામીટરમાં રેન્કિંગ અપાયો
- ETV ભારત દ્વારા તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું
વડોદરા :નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સિક્સ લેન નેશનલ હાઈવે 39 પેરામીટરમાં અલગ-અલગ ત્રણ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. તેમાં અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવેને ફર્સ્ટ રેન્કિંગ આપવમાં આવ્યું છે. હાઇવે એફિએનસી, હાઇવે સેફટી અને યુઝર સર્વિસ તેમાં 39માંથી 3 કેટેગરી અલગ અલગ કરવામાં આવી હતી. ETV ભારત દ્વારા ચેક કરવામાં આવ્યું તેમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે રેન્કિંગ આપવામાં આવ્યો છે તે આંકડો સાચો સાબિત થાય છે.
પેહલી કેટેગરી હાઈવે એફિએનસી
હાઈવે એફિએનસી એટલે અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે છે. તેમાં કોઈપણ પ્રકારના ખાડા ના હોય જેમાં આજે વાહન ચાલક છે પોતાનું ડ્રાઇવિંગ ફ્રી રીતે કરી શકે અને કોઈપણ ગાડી સ્લીપ ના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આજે ETV ભારત દ્વારા રિઝલ્ટ ચેક કરવામાં આવ્યું ત્યારે નેશનલ હાઇવે રોડ પર કોઈપણ પ્રકારના ખાડા જોવા મળ્યા ન હતા. ખાડા ન હતા પરંતુ થોડા અંશે રોડ ખરાબ હોય તેવાં દ્રશ્યો જોવા મળ્યા હતા. જેથી હાઈવે એફિએનસીને 45 માર્ક આપવામાં આવ્યા છે તે સાચા સાબિત થાય છે.
આ પણ વાંચો : ઉના-કોડીનાર નેશનલ હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત, 1નું મોત
બીજી કેટેગરી હાઇવે સેફ્ટીની હતી
વડોદરા અમદાવાદ નેશનલ હાઈવેની હાઇવે સેફ્ટીની વાત કરવામાં આવે તો તેમાં જે ફટકા મારવામાં આવ્યા છે. જેને થર્મોપ્લાસ્ટર કહેવામાં આવે છે. વાહન ચાલક એ પોતાની સાઇટ લેન્ડ પર ગાડી ચલાવી શકે તેના માટે પટ્ટા મારવામાં આવ્યા છે. જ્યારે વાહન ચાલકોને રાત્રિના સમયે વાહન ચલાવતા મુશ્કેલી ન સર્જાય તે માટેે અમુક ડિસ્ટન્સ પર કેટ આઇ પણ લગાવવામાં આવી છે. તેથી રાત્રે વાહનચાલકોને રાત્રે વાહન ચલાવતાં તકલીફ પડે નહીં.