ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, 7 ઉમેદવારો રિપિટ - vadodara congress candidates

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરની યાદી જાહેર કરવામાં આવી હતી.

વડોદરા કોંગ્રેસ
વડોદરા કોંગ્રેસ

By

Published : Feb 2, 2021, 7:27 AM IST

  • કુલ 19 વોર્ડનાં 76 ઉમેદવારોમાંથી માત્ર 20 નામો જ જાહેર કરાયા
  • ભાજપે હજુ સુધી કોઈ યાદી નથી કરી જાહેર
  • યાદીમાં ગત ચૂંટણીના સાત નામો રિપિટ

વડોદરા: મહાનગર પાલિકાની ચૂંટણી હવે આગામી 21મી ફેબ્રુઆરીના રોજ છે, ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. શહેરના 19 વોર્ડમાં 76 જેટલા ઉમેદવારો છે. જેની પ્રથમ યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. આ યાદીમાં ગત ચૂંટણીમાં ચૂંટાયેલા સાત નામો રિપિટ કરવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસની કોર્પોરેશનમાં 13 બેઠકમાંથી 7ના નામો રિપિટ થયા છે.

56 ઉમેદવારોનાં નામની યાદી જાહેર થવાની બાકી

વડોદરાના કુલ 19 વોર્ડનાં 76 ઉમેદવારોમાંથી માત્ર 20 નામો જ જાહેર કરાયા છે, 56 ઉમેદવારોનાં નામની યાદી જાહેર થવાની બાકી છે. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી ભાજપ દ્વારા કોઈપણ ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી નથી.

કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદી:

  • વોર્ડ 1 - જહા ભરવાડ, પુષ્પાબેન વાઘેલા
  • વોર્ડ 2 - દિપ્તીબેન મહેતા
  • વોર્ડ 3 - સોનલ દેસાઈ, સંદીપ પટેલ
  • વોર્ડ 4 - તૃપ્તિબેન ઝવેરી, સંગીતાબેન પાંડે, અનિલ પરમાર અને અજય ભરવાડ
  • વોર્ડ 7 - જાગૃતીબેન રાણા, નિર્મલ ઠક્કર
  • વોર્ડ 9 - પાર્વતીબેન રાજપૂત
  • વોર્ડ 11 - મયુરીકાબેન પટેલ, વિપુલ બારોટ
  • વોર્ડ 13 - સંગીતાબેન ઠાકોર, બાળું સુર્વે
  • વોર્ડ 16 - અલકાબેન પટેલ, ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ
  • વોર્ડ 17 - પૂર્વેશ બોરોલે
  • વોર્ડ 19 - લાલસીંગ ઠાકોર

ABOUT THE AUTHOR

...view details