વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા અભિમન્યુસિંગ રાણાવતનો તાજેતરમાં બ્રિટનની હલ કાઉન્સિલની ચૂંટણી ચૂંટણીમાં ઐતિહાસીક વિજય થયો છે. ઐતિહાસીક એટલા માટે કહી શકાય કે, તેઓ હલ કાઉન્સિલના 700 વર્ષના ઇતિહાસમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઇ આવેલા ભારતીય મૂળના પ્રથમ ઉમેદવાર છે.
ભારતીય અને MSUના પૂર્વ વિદ્યાથીનો બ્રિટનની હલ કાઉન્સિલની ચૂંટણીમાં વિજય - MSU
વડોદરાઃ MSUના પૂર્વ વિદ્યાર્થી અભિમન્યુસિંગ રાણાવત બ્રિટનની હલ કાઉન્સિલની ચૂંટણીમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઇ આવેલા ભારતીય મૂળના પ્રથમ ઉમેદવાર છે.
અભિમન્યુસિંગે હલ કાઉન્સિલની કિંગ્સ્ટન બેઠક પર લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યુ હતું. હાલ કાઉન્સિલની ચૂંટણીમાં અભિમન્યુસિંગનો વિજય થયો છે. હવે તેઓ 4 વર્ષ સુધી હલ કાઉસિલમાં કાઉન્સિલર તરીકે સેવા આપશે. આ ચૂંટણીમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ ડાયેના જોહન્સન અભિમન્યુસિંગના સમર્થનમાં પ્રચારમાં જોડાયા હતા.
ઉલ્લેખનિય છે કે, અભિમન્યુસિંગ રાણાવત મૂળ મધ્યપ્રદેશના રોહલ ખુર્દના રાજવી પરિવારના સભ્ય છે. તેમણે શાળાથી કોલેજ સુધીનો અભ્યાસ વડોદરામાં રહીને જ કર્યો હતો. એમ.એસ.યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ થયા બાદ ચેવનિંગ સ્કોલર તરીકે હલ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ લો એન્ડ પોલિટિક્સનો અભ્યાસ કરવા માટે ગયા હતા અને ત્યાં જ સ્થાઇ થયા હતા.