- વડોદરાની દુમાડ ચોકડી પાસે ફાયરિંગ
- ફાયરિંગમાં 2 લોકો ઇજાગ્રસ્ત
- પોલીસે તપાસ હાથ ધરી
વડોદરા: દુમાડ ચોકડી પાસે વાહનોમાં આવેલા અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. આ હુમલા અને ગોળીબારની ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ચોક્કસ સમાજના લોકો પર થયેલા ગોળીબાર અને હુમલાની ઘટનાને પગલે આ સમાજના લોકો પહોંચી જતા ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.
ફાયરિંગના પગલે અરાજકતા ફેલાઇ
બ્રેઝા ગાડીમાં આવેલા 9થી 10 જેટલા હુમલાખોરોએ હુમલો કરતાં 2 શખ્સો ઇજાગ્રસ્ત થયા હતા. ચોક્કસ સમાજના લોકો પર થયેલા ગોળીબાર અને હુમલાની ઘટનાને પગલે આ સમાજના લોકો પહોંચી જતા ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.
2 લોકો ઇજાગ્રસ્ત
મળતી માહિતી મુજબ સોમવારે બપોરના સમયે બ્રેઝા ગાડીમાં 9થી10 જેટલા હુમલાખોરોએ અચાનક હુમલો કર્યો હતો. જેમાં માર મારવાની સાથે હુમલાખોર દ્વારા 6થી 7 રાઉન્ડ ગોળીબાર થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.