ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા: કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ, કાબૂ મેળવાયો

વડોદરા: શહેરના નવા યાર્ડ વિસ્તારમાં ભયંકર આગ લાગી હતી. 10થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી જવલંત હતી કે, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. જો કે, સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

fire broke out at a chemicals company in vadodara

By

Published : Nov 12, 2019, 2:56 PM IST

શહેરના નવાયાર્ડ વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી. ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 15 ગાડી ઘટના સ્થળે પહોચી હતી. આગની જવલંતશિલતા ધ્યાનમાં રાખી મેજર કોલ જાહેર કર્યો હતો.

શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ એક કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા મેજર કોલ જાહેર કરાયો હતો. ફાયર વિભાગની કુલ 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

વડોદરામાં કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગી

શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ નેશનલ કેમિકલ સેન્ટર કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જેને પગલે ફાયરની 15 જેટલી ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જો કે, આગની ગંભીરતા જોતા મેજર કોલ જાહેર કરાયો હતો. કંપનીના સ્ટોરેજ રૂમમાં આગ લાગી હતી,પરંતુ આગ ક્યાં કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી.

આગની જ્વાળાઓ અને ભયાનક સ્વરૂપને જોતા આ આગ ભારે નુકસાની કરશે એવું વર્તાઈ રહ્યુ હતું. પરંતુ ફાયર વિભાગે પાણી અને ફોર્મનો મારો ચલાવ્યો હતો. જે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ગંભીરતા જોઈ તંત્ર દ્વારા સુરક્ષાના પગલાઓ સાથે આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યો હતો. ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. જો કે, 5 કલાકની ભારે મહેનત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details