- મકરપુરા GIDCમા આવેલી અગરબત્તીની ફેક્ટરીમાં આગ
- આગને કારણે લાખો રુપિયાનું થયું નુક્શાન
- આગને કારણે કોઇ જાનહાની નહીં
વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી અગરબત્તી બનાવતી ફેકટરીમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. આગને કારણે 15 જેટલાં લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. લાશ્કરો દ્વારા મહામહેનત દ્વારા આગ પર કાબું મેળવાયો હતો. આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજુ અકબંધ છે. આગને કારણે લાખો રૂપિયાનો નુકસાન થયું હતું.
આ પણ વાંચો :સાહિબાબાદની એક ફેક્ટરીમાં ભીષણ આગ, 13 લોકો આગની ઝપેટમાં
મકરપુરા જી.આઈ.ડી.સી.માં અગરબત્તી બનાવતી કંપનીમાં આગ
વડોદરા શહેરના મકરપુરા GIDC મા શ્રીજી અગરબત્તી નામની કંપની આવેલ છે. જેમાં આજે સવારે એકાએક આગ લાગતા નાસભાગ મચી હતી. કંપનીમાં કોઈ કામદાર ન હોવાથી કોઇ પણ પ્રકારની જાનહાની નહોતી થઇ. જોકે અગરબત્તી બનાવવામાં વપરાતા પરફ્યુમનો સ્ટોક આગની લપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આસપાસમાં આવેલી મિલકત આગની લપેટમાં ન આવી જાય તે માટે ફાયરબ્રિગેડ દ્વારા સાવચેતીના ભાગ રૂપે ચાર ફાયરફાઈટર ને સ્ટેન્ડ બાય રાખ્યા હતા, લાશ્કરો દ્વારા મહામહેનત બાદ આગ પર કાબું મેળવવામાં આવ્યો હતો.