ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્ર સરકારના આગામી બજેટ પર વડોદરાના સિનિયર સિટીઝનની આશા-અપેક્ષા

આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવનાર છે. ત્યારે અન્ય વર્ગોની જેમ સિનિયર સિટીઝન્સને પણ આવનારા બજેટને લઈને ઘણી આશાઓ છે. ત્યારે સંસ્કારી નગરી વડોદરાનાં કેટલાક સિનિયર સિટીઝન્સ સાથે વાત કરીને બજેટથી તેઓની આશાઓ અંગે જાણકારી મેળવી હતી.

જાણો, શું છે આગામી બજેટ પાસેથી સિનિયર સિટીઝન્સની આશાઓ?
જાણો, શું છે આગામી બજેટ પાસેથી સિનિયર સિટીઝન્સની આશાઓ?

By

Published : Jan 30, 2021, 2:11 PM IST

  • આગામી દિવસોમાં બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે
  • વ્યાજદર ઘટાડવામાં આવતાં લોકોએ બેંકમાં પૈસા મૂકવાનું બંધ કર્યું
  • બેન્ક સહિતનાં સ્થળો પર સિનિયર સિટિઝન્સને પ્રાધાન્ય આપવાની માંગ

વડોદરા: સરકાર દ્વારા આવનારા દિવસોમાં બજેટ રજૂ કરવામાં આવનાર છે. ત્યારે સંસ્કારી નગરી વડોદરાનાં સિનિયર સિટીઝન્સની બજેટને લઈને સરકાર પાસે શું આશા અપેક્ષાઓ છે તે જાણવા માટે Etv ભારત દ્વારા કેટલાક સિનિયર સિટીઝન્સ સાથે વાતચીત કરી હતી.

આગામી બજેટ પાસેથી સિનિયર સિટીઝન્સની આશાઓ
બેન્કોમાં સિનીયર સિટીઝન્સ માટે વ્યાજદરો વધારવા જોઈએસિનિયર સિટીઝનોનું માનવું હતું કે, તેઓ નાની બચત કરીને બેંકમાં રૂપિયા જમા કરાવતા હોય છે. ત્યારે વ્યાજ દરમાં વધારો કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત સરકારને રજૂઆત છે કે, અમે વર્ષોથી જે બેંકમાં રૂપિયા મૂકી છે, એનું વ્યાજ વધુ જોઈએ. સરકાર દ્વારા બેંકોમાં વ્યાજદર ઘટાડવામાં આવતાં હવે લોકોએ બેંકમાં પૈસા મૂકવાનું બંધ કરી દીધું છે. પણ જો સરકાર બચત જમા કરશે અને વધુ વ્યાજ આપશે તો સિનિયર સિટિઝનના ફાયદો થશે અને જ્યારે બેન્ક ની અંદર કોઈપણ સરકારી જગ્યાઓ પર લાઈનો હોય છે.ત્યારે સિનિયર સિટીઝન માટે અલગ લાઈન પણ હોવી જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details