ગુજરાત

gujarat

ETV Bharat / city

નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે રેલવે માટે 1.10 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા - રેલવે બજેટ

નાણાકીય વર્ષ 2021-22 માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. જેમાં રેલવે ક્ષેત્ર માટે 1.10 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટમાં રેલવે માટે 1.10 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા
નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટમાં રેલવે માટે 1.10 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા

By

Published : Feb 2, 2021, 12:06 PM IST

  • રેલવેને રૂપિયા 1,10,055 ફાળવવામાં આવ્યા
  • રૂપિયા 1,07,100 કરોડ મૂડી ખર્ચ માટે
  • ડિસેમ્બર 2023 સુધીમાં રેલવે લાઇનનું 100 ટકા વીજળીકરણ

વડોદરા: નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2021-22માં રેલવેને રેકૉર્ડ બ્રેકિંગ રૂપિયા 1,10,055 કરોડ ફાળવવામાં આવ્યાં છે. જેમાંથી 1,07,100 કરોડ મૂડી ખર્ચ માટે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, બ્રોડગેજ રેલવે લાઇનનું 100 ટકા વીજળીકરણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે.

નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટમાં રેલવે માટે 1.10 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા
હાઇ યુટિલાઈઝ નેટવર્ક પર સંપૂર્ણ સ્વદેશી ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ શરૂ કરાશેનાણા પ્રધાન નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બજેટની સોફ્ટ કોપી સોંપ્યા બાદ સંસદ ભવન પહોંચ્યા હતા. જ્યાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવી હતી. નિર્મલા સીતારામણે બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે, રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર થઈ ગઈ છે. રેલવે બજેટ માટે રૂપિયા 1.10 લાખ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જૂન 2022 સુધી ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર તૈયાર કરવામાં આવશે. ખડગપુર, વિજયવાડા, ભુસાવળ, ખડગપુર કોરિડોર બનાવવામાં આવશે. ડિસેમ્બર 2023 સુધીમાં તમામ બ્રોડગેજ લાઈનનું ઈલેક્ટ્રીફિકેશન પૂર્ણ કરવામાં આવશે. હાઈ ડેન્સિટી નેટવર્ક અને હાઇ યુટિલાઈઝ નેટવર્ક પર ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમ દેશમાં જ ડેવલપ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details