ગુજરાત

gujarat

ETV Bharat / city

Film Shooting in Vadodara : પ્રતીક ગાંધીની ફિલ્મનું શૂટિંગ રોકાયું, કારણ એવું હતું કે મેયરે વચ્ચે પડવું પડ્યું!

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ પાસે ફિલ્મનું શૂટિંગ (Film Shooting in Vadodara) પરવાનગી વગર કરવાનો વિવાદ સર્જાયો હતો.પ્રતીક ગાંધીની ફિલ્મ સર્કલના શૂટિંગ (Shooting of Prateek Gandhi film in Vadodara ) માટે શાક માર્કેટનો ગેટ બંધ કરી દેવાતા ફિલ્મ ક્રુ મેમ્બર્સ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું જેને પગલે ભારે હોબાળો મચ્યો હતો.

Film Shooting in Vadodara : પ્રતીક ગાંધીની ફિલ્મનું શૂટિંગ રોકાયું, કારણ એવું હતું કે મેયરે વચ્ચે પડવું પડ્યું!
Film Shooting in Vadodara : પ્રતીક ગાંધીની ફિલ્મનું શૂટિંગ રોકાયું, કારણ એવું હતું કે મેયરે વચ્ચે પડવું પડ્યું!

By

Published : Jun 23, 2022, 7:05 PM IST

વડોદરા - વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ પાસે ફિલ્મનું શૂટિંગ કરવામાં (Film Shooting in Vadodara)આવી રહ્યું હતું.જેમાં જાણીતા અભિનેતા પ્રતીક ગાંધી (Shooting of Prateek Gandhi film in Vadodara ) ભાગ લઇ રહ્યાં હતાં. જોકે કોઈપણ જાતની પરવાનગી વગર (Film shooting without permission) ફિલ્મ શૂટિંગ કરાતા વિવાદ સર્જાયો હતો. શૂટિંગ માટે શાક માર્કેટનો ગેટ બંધ કરી દેવામાં આવતા ફિલ્મ ક્રુ મેમ્બર્સ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું જેને પગલે ભારે હોબાળો પણ મચી ગયો હતો.

Film Shooting in Vadodara : પ્રતીક ગાંધીની ફિલ્મનું શૂટિંગ રોકાયું, કારણ એવું હતું કે મેયરે વચ્ચે પડવું પડ્યું!

ખંડેરાવ માર્કેટ ઇમારત પાસે ફિલ્મનું શૂટિંગ- વડોદરા શહેર વિશ્વ ફલક પર પણ હવે પોતાની છાપ જમાવી રહ્યું છે. અનેક ઐતિહાસિક ધરોહર ધરાવતા વડોદરા પર ફિલ્મ સર્જકોની પણ નજર ઠરી છે. ગુજરાતી ફિલ્મો સાથે હિન્દી ફિલ્મોના નિર્માતાઓની પસંદ પણ વડોદરા બની રહ્યું છે. દરમિયાન આજે વડોદરાની ઐતિહાસિક ખંડેરાવ માર્કેટ ઇમારત પાસે ફિલ્મનું શૂટિંગ (Film Shooting in Vadodara)ચાલતું હતું. જાણીતા ફિલ્મ અભિનેતા પ્રતીક ગાંધી પોતાની શોર્ટ ફિલ્મ ‘સર્કલ’નું શૂટિંગ (Prateek Gandhi film circle) કરી રહ્યા હતાં. જોકે શૂટિંગ દરમિયાન સિક્યુરિટી ગાર્ડને ફિલ્મના ક્રૂ મેમ્બર વચ્ચે વિવાદ થતાં મામલો બીચક્યો હતો. વગર પરવાનગીએ (Film shooting without permission)થતાં શૂટિંગને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. બીજીબાજુ ફિલ્મની ટીમ દ્વારા શાકમાર્કેટનો ગેટ બંધ કરવામાં આવતા વેપારીઓ અને શાકભાજી લેવા આવતા લોકોને પણ ભારે હાલાકી વેઠવી પડી હતી. આમ પ્રતીક ગાંધીની ફિલ્મ ‘ સર્કલ ‘નું શૂટિંગ વિવાદોના સર્કલમાં ઘેરાઈ (Shooting of Prateek Gandhi film in Vadodara )ગયું હતું.

આ પણ વાંચોઃ Sara ali Khan in Morbi: ફિલ્મના શૂટિંગ માટે સારાઅલી ખાન સહિતની સ્ટારકાસ્ટ પહોંચી મોરબી, જુઓ પહેલી ઝલક

હોબાળો થતાં મેયર દોડી આવ્યા અને સ્થિતિ થાળે પાડી -વડોદરા મહાનગર પાલિકાની કોઈપણ જાતની મંજૂરી વિના વહેલી સવારે 10 વાગ્યાથી વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે પ્રતીક ગાંધી (Shooting of Prateek Gandhi film in Vadodara )સહિત ફિલ્મના ક્રુ મેમ્બર્સ શૂટિંગ કરતા હતાં. સવારે શૂટિંગના કારણે અનેક લોકોને અગવડતા પણ પડી હતી. જેને લઇ ઘર્ષણ સર્જાયું હતું. જોકે આ અંગેની જાણ મેયર કેયૂર રોકડીયાને (Vadodara Mayor Keyur Rokadia) થતાં તેઓ પાલિકાની કચેરી ખાતે પહોંચી ગયા હતાં અને શૂટિંગ (Film Shooting in Vadodara)કરી રહેલા અભિનેતા અને ફિલ્મના નિર્દેશકને શૂટિંગ માટેની જરૂરી પરવાનગી (Film shooting without permission)લેવા જણાવી મામલો થાળે પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રતીક ગાંધી અને હંસલ મહેતા જેવા અભિનેતા ડાયરેકટરો વડોદરા આવે તે વડોદરા માટે ગૌરવની વાત છે. ત્યારે શૂટિંગ પરવાનગી માટે સિંગલ વિન્ડો પરમિશન અંગે વિચારી તે દિશામાં કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ 'રામ સેતુ' ફિલ્મના શુટિંગ માટે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને જેક્લીન ફર્નાન્ડિઝ દમણ પહોચ્યાં

પાલિકાની કચેરીએ ફિલ્મનું શૂટિંગ જોવા લોકો પણ ઉમટ્યા - પરવાનગી વિના (Film shooting without permission)શૂટિંગ કરી રહેલ ટીમ સાથે મીડિયા સાથે પણ માથાકૂટ થઈ હતી. ફિલ્મ શૂટિંગ કરી રહેલ ફિલ્મના સભ્યોએ મીડિયાને અટકાવવા આવ્યા હતાં. ત્યારબાદ અગિયાર વાગ્યાની આસપાસ પાલિકાની ઓફિસ શરૂ થતાં જ ફિલ્મના શૂટિંગની પરવાનગી માટેની જરૂરી ફી ભરી પરવાનગી મેળવી લેતા વિવાદ શમી ગયો હતો. સવારના સમયે પાલિકાની વડી કચેરી ખાતે ફિલ્મનું શૂટિંગ (Film Shooting in Vadodara)ચાલી રહ્યું હોવાની વાત ફેલાતા લોકો પણ ફિલ્મનું શૂટિંગ જોવા મોટી સંખ્યામાં દોડી આવ્યા હતાં. સ્કીમ- 1992થી ફેમસ થયેલા ફિલ્મ અભિનેતા પ્રતીક ગાંધી શૂટિંગ (Shooting of Prateek Gandhi film in Vadodara ) કરવા વડોદરામાં હોવાની જાણ થતા પણ ફિલ્મી ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં લોકો ફિલ્મનું શૂટિંગ જોવા આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details