- વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં મારામારી
- ABVP અને AGSUનાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
- શહીદોને પુષ્પાંજલિ કરવાનાં મુદ્દે વિદ્યાર્થીઓ બાખડ્યા
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં શહીદોને પ્રથમ શ્રદ્ધાંજલી આપવાના મુદ્દે વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીના પગલે યુનિવર્સિટી કેમ્પસમાં અફરાતફરી મચી હતી. જોકે મામલો ઉગ્ર બને તે પહેલાં જ વિજિલન્સ વિભાગ દ્વારા કાર્યકરોને છુટા પાડીને મામલો થાળે પાડ્યો હતો.
ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને પુષ્પાંજલિ કરવાની હોડમાં મારામારી
સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે મંગળવારે શહીદ દિન હોવાના કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો દ્વારા શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને એજીયુએસ દ્વારા યુનિટ બિલ્ડીંગ ખાતે રાખવામાં આવ્યો હતો. બન્ને વિદ્યાર્થી સંગઠન દ્વારા શહીદોની પ્રતિમાઓને પ્રથમ પુષ્પાંજલિ અર્પણ કરવાના મુદ્દે મામલો બિચક્યો હતો. જેમાં બંને સંગઠનના વિદ્યાર્થીઓ આમને સામને આવી ગયા હતા અને મારામારી પર ઉતરી ગયા હતા.