ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા મહાનગર સેવા સદનમાં RSPના ઉપાધ્યક્ષ અને અધિકારી વચ્ચે મારામારી - કોર્પોરેશન સંકૂલ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં પાણી પુરવઠા અધિકારી અને RSPના ઉપાધ્યક્ષ નલિન મહેતા વચ્ચે મારામારી થતા માહોલ ગરમાયો હતો.

Fight between RSP vice-president and officer
Fight between RSP vice-president and officer

By

Published : Jan 27, 2021, 12:06 PM IST

  • વડોદરા મ્યુ.કોર્પોરેશનની કચેરીમાં RSPના ઉપાધ્યક્ષ અને અધિકારી વચ્ચે થઈ મારામારી
  • પાણીના કનેક્શન માટે પૈસાની માગ કરાઈ હોવાના આક્ષેપ ઉઠયા
  • કોર્પોરેશન પરિસરમાં હલચલ મચી ગઈ

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં પાણી પુરવઠા અધિકારી અને RSPના ઉપાધ્યક્ષ નલિન મહેતા વચ્ચે છૂટાં હાથની મારામારી થતા માહોલ ગરમાયો હતો. મારામારી થતા કોર્પોરેશન સંકૂલમાં હલચલ મચી ગઈ હતી. ત્યારબાદ નલિન મહેતાએ અધિકારી ઉપર ગાળાગાળી કરી હોવાના આક્ષેપો કર્યા હતા.

જાંબુઆ ખાતે ચાલતી સાઇટમાં પાણીના કનેક્શન માટે ફાઈલ મૂકી હતી

જાંબુવાની ચાલતી સાઇટ પર પાણીની સમસ્યા સાથે રાષ્ટ્રીય સમાજ પાર્ટીના ઉપાધ્યક્ષ નલિન મહેતા કોર્પોરેશન કચેરી ખાતે રજૂઆત કરવા ગયા હતા. જે દરમિયાન પાણી પૂરવઠાના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જીનિયર હેમલ રાઠોડ સાથે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે મારામારી થતા કોર્પોરેશન સંકૂલમાં હલચલ મચી ગઈ હતી. નલિન મહેતાએ અધિકારી સાથે ગાળાગાળી કરી હોવાના આક્ષેપો થયા હતા.

વડોદરા મહાનગર સેવા સદનમાં RSPના ઉપાધ્યક્ષ અને અધિકારી વચ્ચે મારામારી
ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જીનિયર રાઠોડે 1 લાખ રૂપિયાની માગણી કરીRSPના કાર્યકારી પ્રમુખ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્ય નલિન મહેતાએ જણાવ્યું હતું કે, જાંબુઆ ખાતે એક સ્કીમ છે. જેમાં 14 જેટલા પાણીના કનેક્શન માટે પ્લંબર બાબુભાઈ પરમાર દ્વારા 23 ડિસેમ્બર 2020ના રોજ પરવાનગી માટે ફાઈલ મુકવામાં આવી હતી. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જીનિયર રાઠોડને આ અંગે વારંવાર રજૂઆત કરી હતી તો 1 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. તેમણે અપશબ્દ બોલીને મારામારી કરી હતી જેમાં તેમને ઇજા પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર અનેક વિવાદોના વંટોળમાં ઘેરાયેલું જોવા મળ્યું છે. અગાઉ પણ પૂર્વ અને દક્ષિણ વિસ્તારના લોકોને 6 થી 8 મહિના સુધી પીવાનું ચોખ્ખું પાણી આપવામાં તંત્ર નિષ્ફળ નીવડયું હતું. આ પહેલા પણ વિપક્ષ સહિત સ્થાનિક લોકોએ તંત્ર સામે અનેક આંદોલન વિરોધ પ્રદર્શન કર્યા હતા. તેમ છતાં હાલમાં કેટલાક એવા વિસ્તારોમાં પાણીની સમસ્યાનો નિવેડો આવ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details